Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એક ટેસ્ટ-ઇનિંગ્સમાં સૌથી વધુ શિકાર કરનાર વિકેટકીપર બન્યો લિટન દાસ

એક ટેસ્ટ-ઇનિંગ્સમાં સૌથી વધુ શિકાર કરનાર વિકેટકીપર બન્યો લિટન દાસ

Published : 19 November, 2026 09:33 AM | Modified : 19 November, 2026 09:36 AM | IST | Johannesburg
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અગાઉના પાંચ વિકેટકીપર્સના ૭ શિકારના જૉઇન્ટ વર્લ્ડ રેકૉર્ડને તોડ્યો.

સ્ટમ્પિંગ કરતો લિટન દાસ

સ્ટમ્પિંગ કરતો લિટન દાસ


જોહનિસબર્ગ ટેસ્ટ-મૅચમાં શતકવીર લિટન દાસે વિકેટકીપર તરીકે પણ ઇતિહાસ રચ્યો છે. સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ-મૅચની પહેલી ઇનિંગ્સમાં બંગલાદેશી વિકેટકીપર લિટન દાસે ૬ કૅચ અને બે સ્ટમ્પિંગ કરીને ટોટલ ૮ શિકાર કર્યા હતા. તેણે પાંચ વિકેટકીપર્સના એક ટેસ્ટ-ઇનિંગ્સમાં ૭ શિકાર કરવાનાના જૉઇન્ટ વર્લ્ડ રેકૉર્ડને તોડ્યો હતો.

અગાઉના પાંચેય વિકેટકીપરે કૅચિંગની મદદથી ૭ શિકાર ઝડપ્યા હતા. ૧૯૭૯માં પાકિસ્તાનના વસીમ બારીએ ન્યુ ઝીલૅન્ડ સામે, ૧૯૮૦માં ઇંગ્લૅન્ડના બૉબ ટેલરે ભારત સામે, ૧૯૯૧માં ન્યુ ઝીલૅન્ડના લૅન સ્મિથે શ્રીલંકા સામે, ૨૦૦૦માં વેસ્ટ ઇન્ડીઝના રિડ્લી જેકબ્સે ઑસ્ટ્રેલિયા સામે અને ૨૦૨૩માં વેસ્ટ ઇન્ડીઝના જોશુઆ દા સિલ્વાએ સાઉથ આફ્રિકા સામે આવી કમાલ કરી હતી.
પહેલી ટેસ્ટ-મૅચના ચોથા દિવસે બંગલાદેશના ૪૦૦ રન સામે સાઉથ આફ્રિકા ૧૨૪.૧ ઓવરમાં રાયન રિકલ્ટનના ૧૬૫ બૉલમાં ૧૦૨ રન, કૅગિસો રબાડાના ૯૩ બૉલમાં ૭૨ રન, ટેમ્બા બવુમાના ૧૩૮ બૉલમાં ૬૮ રનની મદદથી ૫૫૭-૧૦ના સ્કોર સુધી પહોંચ્યું હતું. ખરાબ પ્રકાશને કારણે મૅચ અટકી ત્યાર સુધીમાં બંગલાદેશે બીજી ઇનિંગ્સમાં ૩૪.૨ ઓવરમાં ૧૦૦-૫નો સ્કોર કર્યો હતો અને તેઓ ૫૭ રનથી પાછળ હતા.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 09:36 AM IST | Johannesburg | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK