ઇંગ્લૅન્ડ સામે ઘરઆંગણાની વાઇટ-બૉલ સિરીઝથી T20 વર્લ્ડ કપ 2026ના અંત સુધી વિક્રમ રાઠોડ આ ભૂમિકા ભજવશે
વિક્રમ રાઠોડ
ભારતનો ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન અને T20 વર્લ્ડ કપ 2024 સુધી ભારતીય ટીમનો બૅટિંગ-કોચ રહેલો વિક્રમ રાઠોડ શ્રીલંકાની મેન્સ નૅશનલ ટીમને કોચિંગ આપશે. ૧૮ જાન્યુઆરીએ તે શ્રીલંકાની ટીમ સાથે સલાહકાર બૅટિંગ-કોચ તરીકે જોડાશે. ઇંગ્લૅન્ડ સામે ઘરઆંગણાની વાઇટ-બૉલ સિરીઝથી T20 વર્લ્ડ કપ 2026ના અંત સુધી વિક્રમ રાઠોડ આ ભૂમિકા ભજવશે.
શ્રીલંકાના ભૂતપૂર્વ કૅપ્ટન કુમાર સંગકારા સાથે વિક્રમ રાઠોડ રાજસ્થાન રૉયલ્સના કોચિંગ સ્ટાફમાં પણ કામ કરી રહ્યો છે. શ્રીલંકાએ આ પહેલાં ભારતના ભૂતપૂર્વ ફીલ્ડિંગ-કોચ આર. શ્રીધરને મેન્સ ટીમના ફીલ્ડિંગ વિભાગને મજબૂત બનાવવાની જવાબદારી સોંપી હતી. T20 વર્લ્ડ કપ 2026નું સહ-યજમાન શ્રીલંકા ભૂતપૂર્વ બોલર લસિથ મલિંગા પાસેથી સલાહકાર બોલિંગ-કોચની સેવા લઈ રહ્યું છે.


