ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ઇંગ્લૅન્ડ માટે ઓપનર ટૉમ બેન્ટને ૫૧ બૉલમાં ૫૦ રન, જો રૂટે ૬૬ બૉલમાં ૬૯ રન અને વિલ જૅક્સે ૩૦ બૉલમાં અણનમ ૬૬ રન કર્યા હતા. ચોથા ક્રમે રમવા આવેલા કૅપ્ટન હૅરી બ્રૂકે ૧૧૬ બૉલમાં ૨૧ ફોર, ૧૦ સિક્સની મદદથી ૨૦૨ રન ફટકાર્યા હતા.
હૅરી બ્રૂકે ફટકારી ડબલ સેન્ચુરી
પાકિસ્તાનમાં આયોજિત ત્રિકોણીય વન-ડે સિરીઝની ત્રીજી મૅચમાં ઇંગ્લૅન્ડે કૅપ્ટન હૅરી બ્રૂકના ૨૦૨ રન અને અન્ય ત્રણ ફિફ્ટીની મદદથી ૪૨૯-૪નો સ્કોર કર્યો હતો. જોકે શ્રીલંકાએ માત્ર ૧ બૉલ બાકી હતો ત્યારે ૪૩૦ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ઇંગ્લૅન્ડને આંચકો આપ્યો હતો.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ઇંગ્લૅન્ડ માટે ઓપનર ટૉમ બેન્ટને ૫૧ બૉલમાં ૫૦ રન, જો રૂટે ૬૬ બૉલમાં ૬૯ રન અને વિલ જૅક્સે ૩૦ બૉલમાં અણનમ ૬૬ રન કર્યા હતા. ચોથા ક્રમે રમવા આવેલા કૅપ્ટન હૅરી બ્રૂકે ૧૧૬ બૉલમાં ૨૧ ફોર, ૧૦ સિક્સની મદદથી ૨૦૨ રન ફટકાર્યા હતા.
ADVERTISEMENT
હૅરી બ્રૂકે માત્ર ૧૧૪ બૉલમાં ૨૦૦ રનનો આંકડો પાર કર્યો હતો, જે વન-ડે ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરીનો રેકૉર્ડ છે. બાવીસ દિવસ પહેલાં ૩૦ સપ્ટેમ્બરે ભારતના કૅપ્ટન શુભમન ગિલે વેસ્ટ ઇન્ડીઝ સામે ગુવાહાટીમાં ૧૧૭ બૉલમાં આ કમાલ કરી હતી.
શ્રીલંકા વતી પી. રત્નાયકેએ ૧૦૬ બૉલમાં ૧૩૦ રન, એ. ફર્નાન્ડોએ ૮૩ બૉલમાં ૯૭ રન, દાસુન શનાકાએ માત્ર ૫૦ બૉલમાં ૯૭ રન તથા જે. લિયાનગેએ ફક્ત ૨૭ બૉલમાં અણનમ ૬૧ રન કરીને વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શ્રીલંકાએ બે વિકેટે મૅચ જીતી હતી.
