ITBPએ ૫૭ લોકોને બચાવ્યા, ૪૪૪ને શેલ્ટર આપ્યું
ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે ૧૦૦૦ જેટલા ટૂરિસ્ટો ફસાઈ ગયા
પૂર્વોત્તર ભારતના સિક્કિમના ચુંગથાંગમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે ૧૦૦૦ જેટલા ટૂરિસ્ટો ફસાઈ ગયા છે અને ૨૦૦થી વધારે ટૂરિસ્ટ વાહનો અટકી પડ્યાં છે. આવી આપદામાં ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ (ITBP)ની ૧૧મી બટૅલ્યને લાલચુંગ ઍક્સિસમાંથી આશરે ૫૭ ટૂરિસ્ટોને બચાવ્યા હતા અને ૪૪૪ ટૂરિસ્ટોને તેમના કેન્ટોનમેન્ટમાં શેલ્ટર આપ્યું હતું, તેમને ગરમ કપડાં અને ખાવાનું આપ્યું હતું અને ગંગટોક સુધી મોકલવાની વ્યવસ્થા કરી હતી. ચુંગથાંગ ગંગટોકથી ૧૦૦ કિલોમીટર દૂર છે અને લગાતાર વરસાદથી ભૂસ્ખલન થતાં રસ્તા બંધ થઈ ગયા છે. પ્રશાસને ટૂરિસ્ટોને આગળ નહીં મોકલવા સૂચના આપી છે.

