Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વારંવાર ભૂલ કરતા બોલરની સાથે બોલિંગ-કોચને પણ ફાઇન ફટકારો

વારંવાર ભૂલ કરતા બોલરની સાથે બોલિંગ-કોચને પણ ફાઇન ફટકારો

Published : 31 August, 2026 08:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટેસ્ટ ક્રિકેટમાં વારંવાર નો-બૉલ ફેંકતા બોલરોને અટકાવવા સુનીલ ગાવસકરે અનોખું સૂચન કર્યું છે. તેમણે દરેક પુનરાવર્તિત ભૂલ બદલ દંડ બમણો કરવા અને બોલિંગ કોચને પણ દંડ ફટકારવાની વાત કરી છે.

સુનીલ ગાવસ્કર

સુનીલ ગાવસ્કર


ટેસ્ટ-ક્રિકેટમાં પણ બોલરો નો-બૉલ ફેંકવાની ભૂલ વારંવાર કરી રહ્યા છે. એને અટકાવવા માટે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે ‘મિડ-ડે ઇંગ્લિશ’ની પોતાની કૉલમમાં ટીમ-મૅનજમેન્ટ માટે એક અનોખું અને રસપ્રદ સૂચન કર્યું છે. 
સુનીલ ગાવસકર કહે છે કે ‘ભારતીય ટીમના સ્પિન કોચે મજાકમાં સૂચન કર્યું હતું કે નો-બૉલ પછી ફ્રી હિટ આપવાથી આ ભૂલ અટકાવવામાં મદદ મળી શકે છે, પરંતુ કૃપા કરીને ટેસ્ટ-ક્રિકેટમાં બૅટ્સમૅન માટે આવી પેનલ્ટી સાથે રન-સ્કોરિંગને વધુ સરળ ન બનાવીએ. એના બદલે દરેક વારંવારના ગુના માટે દંડ બમણો કેમ ન કરવો અને બોલિંગ-કોચ પર એ રકમનો અડધો દંડ પણ કેમ ન વસૂલવામાં આવે?’ 
સુનીલ ગાવસકર વધુમાં કહે છે કે ‘એકત્રિત દંડની રકમનો ઉપયોગ ખેલાડીઓના વિદાય પહેલાં ટીમ-ડિનર માટે થઈ શકે છે. અન્ય પ્રકારના દંડ પણ હોઈ શકે છે, જેમ કે થ્રોને બૅકઅપ કરવામાં નિષ્ફળ જવા અથવા મેદાન પર અન્ય ફરજોની અવગણના કરવા બદલ. આ કિસ્સાઓમાં દંડ લાદવો કે નહીં એ વિશે આખી ટીમ મત આપી શકે છે. આ એક મનોરંજક પ્રવૃત્તિ હોઈ શકે છે અને ટીમની મિત્રતાને વધુ સુધારી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2026 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK