દિવાળી પહેલાં ભારતના ભૂતપૂર્વ T20 વર્લ્ડ કપ 2026 વિજેતા કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ફૅમિલી સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. સૂર્યાએ T20 વર્લ્ડ કપ 2026ની જીત બદલ મળેલા મેડલ.
નરેન્દ્ર મોદી સાથે સૂર્યા-દેવિશાની દીકરી
દિવાળી પહેલાં ભારતના ભૂતપૂર્વ T20 વર્લ્ડ કપ 2026 વિજેતા કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ફૅમિલી સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. સૂર્યાએ T20 વર્લ્ડ કપ 2026ની જીત બદલ મળેલા મેડલ, પત્ની દેવિશા શેટ્ટી અને દીકરી રિદ્ધિમાને એક ફ્રેમમાં રાખીને નરેન્દ્ર મોદી સાથે ફોટો પણ પડાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ રિદ્ધિમાને ઊંચકીને રમાડી હતી. મે ૨૦૨૬માં જન્મેલી રિદ્ધિમાનો ચહેરો પહેલી વખત જાહેર કૅમેરામાં કેદ થયો હતો.
જેમિમા રૉડ્રિગ્સે માત્ર ૪૫ બૉલમાં સેન્ચુરી ફટકારીને ફિટનેસ સાબિત કરી બતાવી
ADVERTISEMENT

સિનિયર વિમેન્સ T20 ટ્રોફી 2026માં પાંચમાંથી ચાર મૅચ જીતનાર મુંબઈ માટે ગઈ કાલે જેમિમા રૉડ્રિગ્સે શાનદાર ઇનિંગ્સ રમી હતી. મુંબઈની ટીમે ૨૦ ઓવરમાં ૨૧૩-૨નો સ્કોર કર્યો હતો. જવાબમાં પૉન્ડિચૅરી ૧૩૦-૫નો સ્કોર કરીને ૮૩ રને હાર્યું હતું.
ત્રણ મહિનાની હૅમસ્ટ્રિંગ ઇન્જરીનો સામનો કરીને મેદાન પર રમી રહેલી જેમિમા રૉડ્રિગ્સે ૨૧૮ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી હતી. તેણે માત્ર ૪૫ બૉલમાં ૧૦૦ રન પૂરા કરીને પોતાની ફિટનેસ સાબિત કરી હતી. તેણે ઓવરઑલ ૪૯ બૉલમાં ૧૬ ફોર, બે સિક્સની મદદથી ૧૦૭ રન નોંધાવ્યા હતા. આ મૅચના બે દિવસ પહેલાં તેણે દિલ્હી સામે ૪૧ બૉલમાં ૫૮ રન ફટકાર્યા હતા.
મુંબઈના બૅટર ચિન્મય સુતારે મિઝોરમ માટે રમીને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટનો ૧૦૩ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

મુંબઈના ૨૯ વર્ષના ચિન્મય સુતારે પોતાની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ કરીઅરની શરૂઆતમાં જ એક સદી જૂનો રેકૉર્ડ તોડ્યો છે. મિઝોરમ તરફથી ફર્સ્ટ-ક્લાસ ડેબ્યુ કરીને ચિન્મય સુતારે પોતાની ૪ રણજી મૅચમાં પાંચ ઇનિંગ્સ રમીને ૮૩૪ રન ફટકાર્યા હતા. તેણે અનુક્રમે ૩૫ રન, ૯૯ રન, ૪૦૦ અણનમ રન, ૧૨૫ રન અને ૧૭૫ રનની ઇનિંગ્સ રમી હતી.
ફર્સ્ટ-ક્લાસ કરીઅરની પ્રથમ પાંચ ઇનિંગ્સમાં ચિન્મય સુતાર સૌથી વધુ રન ફટકારનાર બૅટર બન્યો છે. અગાઉ ઑસ્ટ્રેલિયાના બિલ પૉન્સફોર્ડે ૧૯૨૧થી ૧૯૨૩ દરમ્યાન પ્રથમ પાંચ ઇનિંગ્સમાં ૭૨૪ રન કર્યા હતા.
T20 ક્રિકેટમાં ૫૦૦ વિકેટની સાથે ૧૦ હજાર રનની સિદ્ધિ ધરાવતો પહેલો ક્રિકેટર બન્યો આન્દ્રે રસેલ

૩૮ વર્ષના કૅરિબિયન ઑલરાઉન્ડર આન્દ્રે રસેલે T20 ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. T20 ક્રિકેટમાં ૫૦૦ વિકેટની સાથે ૧૦ હજાર રનની સિદ્ધિ ધરાવતો આન્દ્રે રસેલ જગતનો પહેલો ક્રિકેટર બન્યો છે. તેણે ૬૧૬ T20 મૅચોમાં બે સેન્ચુરીની મદદથી ૧૦,૦૭૭ રન કરવાની સાથે ૫૪૫ વિકેટ પણ લીધી છે.
નેપાલ પ્રીમિયર લીગમાં બિરાટનગર કિંગ્સે આન્દ્રે રસેલના નવા માઇલસ્ટોન માટે તેને ૧૦ હજાર રન લખેલી જર્સી સાથે સ્મૃતિભેટ આપી હતી. T20 ક્રિકેટમાં આન્દ્રે રસેલ ૧૦ હજાર રન કરનાર ૨૧મો ક્રિકેટર બન્યો છે. આ ફૉર્મેટમાં ૫૦૦ પ્લસ વિકેટ લેનાર માત્ર ૬ બોલરના લિસ્ટમાં પણ તે સામેલ છે.
આજથી અબુ ધાબી T10 લીગની ૧૦મી સીઝનનો પ્રારંભ

UAEના અબુ ધાબીમાં આજથી ‘અબુ ધાબી T10 લીગ’ની ૧૦મી સીઝન શરૂ થશે. T20 કરતાં પણ ઝડપથી રમાતા આ ફૉર્મેટની ટુર્નામેન્ટ ૬ ટીમો વચ્ચે આગામી ૨૦ નવેમ્બર સુધી રમાશે. કાયરન પોલાર્ડની આગેવાનીમાં UAE બુલ્સ છેલ્લી સીઝનમાં પહેલી વખત આ ટાઇટલ જીત્યું હતું. ડેક્કન ગ્લૅડીએટર્સ સૌથી વધુ ૩ વખત વિજેતા બન્યું છે.
