T20I World Cup 2026 India Squad Announcement: આજે ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ૧૫ સભ્યોની ભારતીય ટીમની આજે જાહેરાત; બીસીસીઆઈએ લીધા મહત્વના નિર્ણયો; જાણો વ્લર્ડ કપ માટે કોને મળ્યું ટીમમાં સ્થાન અને કોનું કપાયું પત્તું
ICC મેન્સ T20I World Cup 2026 માટે ભારતીય ટીમની જાહેરાત માટે આજે BCCI મુખ્યાલયમાં પસંદગી સમિતિની બેઠક યોજાઈ (તસવીર સૌજન્યઃ BCCI એક્સ)
કી હાઇલાઇટ્સ
- વર્લ્ડ કપ ૭ ફેબ્રુઆરીથી ૮ માર્ચ દરમિયાન ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાશે
- સુર્યકુમાર યાદવ કૅપ્ટન, અક્ષર પટેક વાઇસ કૅપ્ટન
- રિંકુ શર્મા અને ઈશાન કિશનની ટીમમાં વાપસી, જીતેશ શર્મા આઉટ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India) એ આગામી વર્ષે યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપ (T20I World Cup 2026) માટે આજે ૧૫ સભ્યોની ભારતીય ટીમ (T20I World Cup 2026 India Squad Announcement) ની જાહેરાત કરી છે. ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ની કૅપ્ટનશીપ હેઠળ વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે.
ભારત (India) અને શ્રીલંકા (Sri Lanka) દ્વારા ૭ ફેબ્રુઆરીથી ૮ માર્ચ દરમિયાન સંયુક્ત રીતે યોજાનાર વર્લ્ડ કપ માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટી૨૦ વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં મોટાભાગે એ જ ખેલાડીઓનો સમાવેશ થયો છે જેમણે તાજેતરમાં દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની પાંચ મેચની ઘરઆંગણેની T20 શ્રેણીમાં રમ્યા હતા. શુભમન ગિલ (Shubman Gill) અને જીતેશ શર્મા (Jitesh Sharma) ને બહાર કરવામાં આવ્યા છે. વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન (Ishan Kishan) ની વાપસી થઈ છે, જ્યારે અક્ષર પટેલ (Axar Patel) ને વાઈસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
T20I World Cup 2026માં ભારતીય ટીમ ૭ ફેબ્રુઆરીએ યુએસએ (USA) સામે પહેલી મેચ રમશે.
બીસીસીઆઈ (BCCI) ના મુખ્ય પસંદગીકાર અજિત અગરકર (Ajit Agarkar) એ મુંબઈ (Mumbai) માં એક પ્રેસ કોન્ફરન્સમાં ટી20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી.
T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતની 15 સભ્યોની ટીમ
સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કૅપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અર્શદિપ સિંહ, રિન્કુ સિંહ
T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતનું ટાઇમટેબલ
૭ ફેબ્રુઆરી - ભારત વિરુદ્ધ યુએસએ, મુંબઈ
૧૨ ફેબ્રુઆરી - ભારત વિરુદ્ધ નામિબિયા, દિલ્હી
૧૫ ફેબ્રુઆરી - ભારત વિરુદ્ધ પાકિસ્તાન, કોલંબો
૧૮ ફેબ્રુઆરી - ભારત વિરુદ્ધ નેધરલેન્ડ, અમદાવાદ
જો ભારતીય ટીમ સુપર 8 માટે ક્વોલિફાય થાય છે, તો તેમની ત્રણ સુપર 8 મેચ અમદાવાદ, ચેન્નાઈ અને કોલકાતામાં યોજાશે. જો ભારત સેમિફાઇનલમાં પહોંચે છે, તો તેમની મેચ મુંબઈમાં યોજાશે. બીજી સેમિફાઇનલ કોલંબો અથવા કોલકાતામાં યોજાશે, જે પાકિસ્તાન કે શ્રીલંકા ક્વોલિફાય થાય છે તેના આધારે થશે અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
T20 વર્લ્ડ કપ 2026માં ૨૦ ટીમો ચાર ગ્રુપમાં રમશે
પ્રથમ વખત, T20 વર્લ્ડ કપમાં ૨૦ ટીમો ભાગ લઈ રહી છે. આ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. વર્લ્ડ કપ મેચો ભારતમાં પાંચ અને શ્રીલંકામાં ત્રણ સ્થળોએ રમાશે.
ગ્રુપ A માં ભારત, પાકિસ્તાન, નેધરલેન્ડ, નામિબિયા અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે.
ગ્રુપ B માં શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે, આયર્લેન્ડ અને ઓમાનનો સમાવેશ થાય છે.
ગ્રુપ C માં ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, બાંગ્લાદેશ, નેપાળ અને ઇટાલીનો સમાવેશ થાય છે.
ગ્રુપ D માં દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, યુએઈ અને કેનેડાનો સમાવેશ થાય છે.


