Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓ માટેના ભવ્ય ક્રિકેટ જલસાની સીઝન 18 ૨૮ ફેબ્રુઆરીથી

મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓ માટેના ભવ્ય ક્રિકેટ જલસાની સીઝન 18 ૨૮ ફેબ્રુઆરીથી

Published : 24 December, 2025 09:51 AM | Modified : 24 December, 2025 09:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વખતે પણ લીગ, પ્રી-ક્વૉર્ટર ફાઇનલ અને સુપર-સિક્સ રાઉન્ડ બાદ IPL સ્ટાઇલમાં પ્લે-આૅફ્સ દ્વારા નક્કી થશે ફાઇનલની બે ટીમ

મિડ-ડે કપ TEN10-2026 માટે ટીમને એન્ટ્રી મોકલવાનું આમંત્રણ

મિડ-ડે કપ TEN10-2026 માટે ટીમને એન્ટ્રી મોકલવાનું આમંત્રણ


મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓ માટે ‘મિડ-ડે’ દ્વારા દર વર્ષે યોજાતી ક્રિકેટ-સ્પર્ધાની ૧૮મી સીઝન ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ભવ્ય ક્રિકેટજલસા માટે દરેક જ્ઞાતિની ટીમને એન્ટ્રી મોકલવાનું આમંત્રણ છે. રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ છે.

T20 ક્રિકેટની જેમ જ લેધરના બૉલથી રમાતી ૧૦-૧૦ ઓવરની આ એક્સાઇટિંગ ક્રિકેટ ઇવેન્ટે છેલ્લા દોઢ દાયકામાં મુંબઈના ગુજરાતીઓમાં અનેરું સ્થાન બનાવ્યું છે. આ સ્પર્ધા પાછી ક્યારે આવશે એની કાગડોળે રાહ જોવાતી હોય છે અને એ ઇંતેજાર હવે વહેલી તકે પૂરો થવામાં છે.  



આ સ્પર્ધા છેલ્લાં ૭ વર્ષની જેમ આ વખતે પણ કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાના ગ્રાઉન્ડમાં રમાશે અને એમાં ભાગ લેવા માગતી દરેક જ્ઞાતિએ પોતાના સમાજની કેન્દ્રીય એટલે મુખ્ય સંસ્થાના લેટરહેડ પર પ્રમુખ અથવા સેક્રેટરીની સહી તથા કૉન્ટૅક્ટ-નંબર સાથે અરજી કરવાની હોય છે, જેથી એ જ જ્ઞાતિની એક કરતાં વધુ ટીમની એન્ટ્રી ન આવી જાય. અરજીમાં કૅપ્ટન કે કો-ઑર્ડિનેટરનો નંબર અચૂક લખવો. આ એન્ટ્રી gmdcricket10@gmail.com પર ઈ-મેઇલ કરવી અને સબ્જેક્ટમાં ‘મિડ-ડે કપ TEN10 2026’ અચૂક લખવું. વધુ વિગત માટે દિનેશ સાવલિયાનો ૯૮૨૦૨ ૨૯૮૯૬ નંબર પર સંપર્ક કરવો.  


આ સ્પર્ધા લીગ-કમ-નૉકઆઉટ ધોરણે રમાશે અને દરેક ટીમને કમસે કમ ત્રણ મૅચ રમવા મળશે. લીગ રાઉન્ડના અંતે દરેક ગ્રુપમાંથી બે ટીમ નેક્સ્ટ રાઉન્ડ અર્થાત્ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં જશે. ત્યાર બાદ ગયા વર્ષની જેમ જ પ્રી-ક્વૉર્ટર ફાઇનલની વિજેતા ૬ ટીમો ત્રણ-ત્રણનાં બે ગ્રુપમાં ડિવાઇડ થઈને લીગ સ્ટાઇલમાં સુપર સિક્સ રાઉન્ડ રમશે. જેમાંની ટૉપ-ફોર ટીમોને IPL સ્ટાઇલના પ્લે-ઑફ્સમાં રમાડીને ફાઇનલની બે ટીમો નક્કી કરવામાં આવશે.

આ સ્પર્ધા માટેના જે નિયમો છે એમાંનો મુખ્ય નિયમ એ છે કે એમાં વેસ્ટર્નમાં વિરાર સુધીના તથા સેન્ટ્રલમાં શહાડ તથા પનવેલ સુધીના ખેલાડીઓ જ હોવા જોઈશે. જોકે દરેક જ્ઞાતિ તેમની ટીમમાં એક ખેલાડી આ લિમિટની બહારનો પણ સામેલ કરી શકે છે. જોકે એ ખેલાડી તેમની જ્ઞાતિનો જ હોવો જોઈશે.


આ સ્પર્ધા માટેની એન્ટ્રી-ફી ૨૫,૦૦૦ રૂપિયા છે. જેટલી એન્ટ્રી આવશે એમાંથી ટીમના સિલેક્શનમાં ‘મિડ-ડે’નો નિર્ણય ફાઇનલ ગણાશે.

Whatsapp-channel Whatsapp-channel

24 December, 2025 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK