Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈની મહિલા ક્રિકેટર્સે પહેલી વખત વિદેશમાં રમવાનો અનુભવ કર્યો

મુંબઈની મહિલા ક્રિકેટર્સે પહેલી વખત વિદેશમાં રમવાનો અનુભવ કર્યો

Published : 04 August, 2026 04:21 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ ક્રિકેટ અસોસિએશને 18 મહિલા ક્રિકેટરોને યુનાઇટેડ કિંગડમની ટૂર પર મોકલી હતી. ખેલાડીઓને પ્રેક્ટિસ મેચો ઉપરાંત લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાનની મુલાકાતનો પણ અવસર મળ્યો.

મુંબઈની મહિલા ક્રિકેટર્સે પહેલી વખત વિદેશમાં રમવાનો અનુભવ કર્યો

મુંબઈની મહિલા ક્રિકેટર્સે પહેલી વખત વિદેશમાં રમવાનો અનુભવ કર્યો


મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)એ હાલમાં પોતાની ૧૮ મહિલા ક્રિકેટર્સને યુનાઇટેડ કિંગડમની ટૂર પર મોકલી હતી. આ ટૂર પર મુંબઈની મહિલા ક્રિકેટર્સ સ્થાનિક ટીમો સાથે કેટલીક પ્રૅક્ટિસ-મૅચો રમી હતી. આ ટૂરનો હેતુ મહિલા ક્રિકેટરોને વિશ્વકક્ષાના અનુભવો આપવાનો હતો.
આ ટૂર પર ભારતની મહિલા ક્રિકેટર્સ હુમૈરા કાઝી અને સાયલી સાતઘરે પણ સામેલ હતી. મુંબઈની મહિલા ક્રિકેટર્સને લંડનના પ્રતિષ્ઠિત લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત કરવાની પણ તક મળી હતી. 

શેર-એ-પંજાબ T20 લીગે હવે ફ્રૅન્ચાઇઝી મૉડલ અપનાવ્યું



પંજાબ ક્રિકેટ અસોસિએશનની સાથે શુભમન ગિલ અને અર્શદીપ સિંહે હાલમાં શેર-એ-પંજાબ T20 લીગની ત્રીજી સીઝનની લૉન્ચ-ઇવેન્ટમાં હાજરી આપી હતી. શેર-એ-પંજાબ T20 લીગે હવે 
સ્ટેટ-લેવલ સ્પર્ધાને બદલે ફ્રૅન્ચાઇઝી મૉડલ અપનાવ્યું છે. એટલે કે ૬  શહેર આધારિત ટીમોનું સંચાલન હવે ફ્રૅન્ચાઇઝી માલિકોના હાથમાં હશે. ૩૦ ઑગસ્ટથી ૧૩  સપ્ટેમ્બર વચ્ચે રમાનારી આ ટુર્નામેન્ટનું ઑક્શન નવ ઑગસ્ટે થશે. શુભમન ગિલ, અર્શદીપ સિંહ, પ્રભસિમરન સિંહ, અભિષેક શર્મા, ગુરનૂર બરાડ અને રમણદીપ સિંહ જેવા સ્ટાર ખેલાડીઓ સૌથી વધુ ૧૦ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસ સાથે ઑક્શનમાં એન્ટ્રી કરશે.


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 04:21 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK