Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બંગલાદેશમાં ઑલરાઉન્ડર નઈમ હસન સાથેની મારપીટના કેસમાં ત્રણ પોલીસ-અધિકારી સસ્પેન્ડ

બંગલાદેશમાં ઑલરાઉન્ડર નઈમ હસન સાથેની મારપીટના કેસમાં ત્રણ પોલીસ-અધિકારી સસ્પેન્ડ

Published : 15 June, 2026 12:43 PM | IST | Bangladesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશમાં હાલમાં ૨૬ વર્ષના સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર નઈમ હસન સાથે આઘાતજનક બનાવ બન્યો હતો

નઇમ હસન

નઇમ હસન


બંગલાદેશમાં હાલમાં ૨૬ વર્ષના સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર નઈમ હસન સાથે આઘાતજનક બનાવ બન્યો હતો. ઢાકા પ્રીમિયર લીગની મૅચમાં ભાગ લઈને ઍરપોર્ટથી ચટ્ટોગ્રામમાં ઘરે પાછા ફરતી વખતે શુક્રવારે રાત્રે લાલખાન બજાર વિસ્તારમાં નઈમ હસનની રિક્ષા રોકવામાં આવી હતી. 

તપાસને બહાને તેને ગળાના ભાગથી પકડીને બીજી રિક્ષામાં ધકેલીને પોલીસ-સ્ટેશન લઈ જવાયો હતો. પોતાની ઓળખ ક્રિકેટર તરીકે આપવા છતાં તેની પાઇપ વડે મારપીટ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ૧૦૦ જેટલા સ્થાનિક ક્રિકેટ-ફૅન્સ ભેગા થતાં ખુલશી પોલીસ-સ્ટેશનમાંથી તેને શનિવારે વહેલી સવારે છોડી મૂકવામાં આવ્યો હતો. 



ચટ્ટોગ્રામ મેટ્રોપૉલિટન પોલીસ કમિશનરે આ કેસ મામલે નઈમ હસનને ઘરે પહોંચી મુલાકાત કરી છે. આ ઘટના સાથે જોડાયેલા ત્રણ પોલીસ-અધિકારીઓને સસ્પેન્ડ કરીને ત્રણ સભ્યોની તપાસ સમિતિ પણ નીમવામાં આવી છે. બંગલાદેશ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટર્સે આ બાબતે ન્યાયની માગણી કરી છે.


નઈમ હસનને ૧૫ સભ્યોની બંગલાદેશ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે જે આ મહિનાના અંતમાં એકમાત્ર ટેસ્ટ-મૅચ માટે ઝિમ્બાબ્વે જશે. નઈમે વર્ષ ૨૦૧૮માં ડેબ્યુ કર્યા પછી ૧૪ ટેસ્ટ-મૅચ રમ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2026 12:43 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK