Vaibhav Suryavanshi Record in Under-19:ભારતીય અંડર-૧૯ ટીમના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનું ઈંગ્લેન્ડ અંડર-૧૯ ટીમ સામે જોરદાર પ્રદર્શન ચાલુ છે. વૈભવે 5 મેચની શ્રેણીની ચોથી યુથ વનડેમાં ધમાલ મચાવી અને શાનદાર સદી ફટકારી હતી. વૈભવે સતત સારું પ્રદર્શન કર્યું.
વૈભવ સૂર્યવંશી (તસવીર સૌજન્ય: મિડ-ડે)
ભારતીય અંડર-૧૯ ટીમના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનું ઈંગ્લેન્ડ અંડર-૧૯ ટીમ સામે જોરદાર પ્રદર્શન ચાલુ છે. વૈભવે પાંચ મેચની શ્રેણીની ચોથી યુથ વનડેમાં ધમાલ મચાવી હતી અને શાનદાર સદી ફટકારી હતી. વૈભવે શ્રેણીમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. શનિવારે ચોથી વનડેમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર ૫૨ બોલમાં સદી ફટકારી હતી. તેણે પોતાની ઇનિંગમાં ૧૦ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. વૈભવ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચ જોવા માટે એજબેસ્ટન પહોંચ્યો હતો, જ્યાં તેણે શુભમન ગિલને બેવડી સદી ફટકારતા જોયો હતો.
શાનદાર સદી ફટકાર્યા પછી, વૈભવ સૂર્યવંશીની ઉજવણી જોવા લાયક હતી. તેણે પોતાનું હેલ્મેટ ઉતાર્યું અને તેને ચુંબન કર્યું. ત્યારબાદ તેણે પ્રેક્ષકોનું અભિવાદન સ્વીકાર્યું. વૈભવે 78 બોલમાં 143 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 13 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા. બેન મેસે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.
ADVERTISEMENT
વૈભવ સૂર્યવંશી પુરુષ યુવા ODI મેચોમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો. તેણે પાકિસ્તાનના કામરાન ગુલામનો રેકોર્ડ તોડ્યો, જેણે 53 બોલમાં સદી પૂરી કરી હતી. ચોથી મેચ પહેલા વૈભવ સૂર્યવંશીએ 48, 45 અને 86 રન બનાવ્યા હતા. ત્રીજી મેચમાં તેની ઝડપી અડધી સદીએ ભારતને શ્રેણીમાં 2-1ની લીડ અપાવી. 14 વર્ષીય સૂર્યવંશીએ 31 બોલમાં 86 રન બનાવ્યા. ઇંગ્લેન્ડના 6 વિકેટે 268 રનના જવાબમાં, ભારતે 34.3 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું.
સૂર્યવંશીએ પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને નવ છગ્ગા ફટકાર્યા હતા. અંડર 19 વનડે ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ છગ્ગા ફટકારવાનો આ રેકોર્ડ છે. આ પહેલા મનદીપ સિંહે આઠ છગ્ગા ફટકાર્યા હતા.
પહેલી વન-ડે ભારતે ૬ વિકેટે અને બીજી વન-ડે ઇંગ્લૅન્ડે એક વિકેટે જીતી હતી. ૨૦ બૉલમાં ફિફ્ટી ફટકારનાર વૈભવ સૂર્યવંશીએ ત્રીજી વન-ડેમાં મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી. પહેલી બે વન-ડેમાં ૪૦ પ્લસની શાનદાર ઇનિંગ્સ રમીને ફિફ્ટી ચૂકી જનાર વૈભવે ત્રીજી વન-ડેમાં ૬ ફોર અને નવ સિક્સ ફટકારીને ૩૧ બૉલમાં ૮૬ રન ફટકાર્યા હતા. તેણે યુથ વન-ડેમાં ભારત તરફથી હાઇએસ્ટ ૮-૮ સિક્સ ફટકારવાનો રાજ બાવા (૨૦૨૨) અને મનદીપ સિંહ (૨૦૦૯)નો રેકૉર્ડ તોડ્યો હતો. યુથ વન-ડેમાં ૨૫૦ પ્લસના સ્ટ્રાઇક-રેટથી ૮૦ પ્લસની ઇનિંગ્સ રમનાર પહેલો પ્લેયર બનવાની સાથે તેણે ફાસ્ટેસ્ટ ૮૦ પ્લસ રનની ઇનિંગ્સ રમવાનો સુરેશ રૈના (૩૮ બૉલમાં ૯૦ રન)ના ૨૦૦૪ના રેકૉર્ડને પણ પાછળ છોડ્યો હતો. સૂર્યવંશીએ પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને નવ છગ્ગા ફટકાર્યા હતા. અંડર 19 વનડે ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ છગ્ગા ફટકારવાનો આ રેકોર્ડ છે.

