પાલી હિલમાં મૂસ્ટ્રક નામની એક ડિઝર્ટ શૉપ છે જ્યાં મનપસંદ ટૉપિંગ પસંદ કરીને પોતાનો મૂસ કપ પણ બનાવી શકાય છે
મૂસ્ટ્રક, પાલી રોડ, બાંદરા-વેસ્ટ.
મેક યૉર ઑન આઇસક્રીમ અને મેક યૉર ઑન ચિપ્સ બૅગ બાદ હવે મેક યૉર ઑન મૂસ કપ પણ આવી ગયું છે. આજકાલ મૂસ પ્રત્યે લોકો વધુ લલચાઈ રહ્યા છે એવામાં એની અંદર અઢળક નવી વરાઇટી આવી જાય પછી પૂછવાનું જ શું? મૂસના ચાલી રહેલા ટ્રેન્ડ વચ્ચે બાંદરામાં શરૂ થયેલી એક ડિઝર્ટ શૉપમાં મેક યૉર ઑન મૂસ કપની ઑફર કરવામાં આવી રહી છે જેમાં મિક્સ-મૅચ કરીને પસંદગીના બેઝ અને ટૉપિંગની મજા લઈ શકાય છે.
અહીં તમે તમારો મૂસ કપ જાતે તૈયાર કરી શકો છો, જેની પ્રોસેસ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. સૌથી પહેલાં તમારે તમારી મૂસ અથવા તો ચીઝ કેકનો બેઝ પસંદ કરવાનો છે જેની અંદર ડાર્ક ચૉકલેટ, પિસ્તા, ટ્રિપલ ચૉકલેટ, ફરેરો રોચર, નટેલા વગેરેના વિકલ્પ હોય છે. બેઝ પસંદ કર્યા બાદ ટૉપિંગની પસંદગી કરવાની રહે છે જેની અંદર ઑફર કરવામાં આવેલા વિકલ્પ જોઈને કોઈ પણ કન્ફ્યુઝ થઈ જાય એમ છે. ટૉપિંગની અંદર બ્રાઉની બાઇટ્સ, કૅરૅમલ પીકેન્સ જેવાં અનેક દેશી-વિદેશી ટૉપિંગના વિકલ્પ ઉપલબ્ધ હોય છે. ત્યાર બાદ તમને એકદમ ઍટ્રૅક્ટિવ વેમાં તમારી મનપસંદ મિક્સ ઍન્ડ મૅચ વસ્તુઓ સાથેનો મૂસ કપ સર્વ કરવામાં આવે છે. આ તો વાત થઈ મૂસની, પણ અહીં મૂસ સિવાય ઘણી ટ્રેન્ડિંગ ડિઝર્ટ ડિશ પણ મળે છે; જેમ કે સિનેમન રોલ્સ, નટેલા રોલ્સ, કૅરેટ કેક, બ્રાઉની વગેરે.
ADVERTISEMENT
ક્યાં મળશે? : મૂસ્ટ્રક, પાલી રોડ, બાંદરા-વેસ્ટ.

