ગઈ કાલે વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે પાંચ વિકેટની જીત છતાં મુંબઈની સફર સમાપ્ત થઈ હતી. અમદાવાદમાં ગ્રુપ-સ્ટેજની અંતિમ મૅચ દરમ્યાન સૌરાષ્ટ્રની ટીમે ૫૦ ઓવરમાં ઑલઆઉટ થઈને ૨૯૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે પાંચ વિકેટની જીત છતાં મુંબઈની સફર સમાપ્ત થઈ હતી. અમદાવાદમાં ગ્રુપ-સ્ટેજની અંતિમ મૅચ દરમ્યાન સૌરાષ્ટ્રની ટીમે ૫૦ ઓવરમાં ઑલઆઉટ થઈને ૨૯૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ઓપનર આયુષ મ્હાત્રેની ૧૪૮ રનની ઇનિંગ્સની મદદથી મુંબઈની ટીમે ૪૬ ઓવરમાં પાંચ વિકેટે ચેઝ કરી લીધો હતો.
મુંબઈએ આ સીઝનમાં સાતમાંથી પાંચ મૅચ જીતી છે અને બે મૅચમાં હાર મળી છે. ગ્રુપ Cમાં કર્ણાટક અને પંજાબ બાદ મુંબઈની ટીમ ત્રીજા ક્રમે રહી હતી. પાંચ ગ્રુપની ટૉપ-ટૂ ટીમ કવૉર્ટર ફાઇનલમાં પહોંચી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, વિદર્ભ અને બરોડાની ટીમ પોતાના ગ્રુપમાં ટૉપ પર રહી છે. ૨૦૦૨-’૦૩થી રમાતી આ વન-ડે ફૉર્મેટની ટુર્નામેન્ટમાં મુંબઈ ચાર વાર ચૅમ્પિયન બન્યું છે.