ગઈ કાલે વિજય હઝારે ટ્રોફીના બીજા રાઉન્ડની ૧૯ ગ્રુપ-સ્ટેજ મૅચમાં ૪૫ ફિફ્ટી અને ૧૪ સદી જોવા મળી હતી. ગઈ કાલે ભારતીય સ્ટાર ક્રિકેટર્સમાંથી કર્ણાટક માટે કરુણ નાયર અને દેવદત્ત પડિક્કલે તેમ જ ઉત્તર પ્રદેશ માટે રિન્કુ સિંહે સદી ફટકારી હતી.
કરુણ નાયર, રિન્કુ સિંહ, દેવદત્ત પડિક્કલ
ગઈ કાલે વિજય હઝારે ટ્રોફીના બીજા રાઉન્ડની ૧૯ ગ્રુપ-સ્ટેજ મૅચમાં ૪૫ ફિફ્ટી અને ૧૪ સદી જોવા મળી હતી. ગઈ કાલે ભારતીય સ્ટાર ક્રિકેટર્સમાંથી કર્ણાટક માટે કરુણ નાયર અને દેવદત્ત પડિક્કલે તેમ જ ઉત્તર પ્રદેશ માટે રિન્કુ સિંહે સદી ફટકારી હતી.
કેરલાએ ૭ વિકેટ ગુમાવીને આપેલા ૨૮૫ રનના ટાર્ગેટને કર્ણાટકે ૪૮.૨ ઓવરમાં ચેઝ કરીને ૮ વિકેટે જીત મેળવી હતી. ઓપનર દેવદત્ત પડિક્કલે ૧૩૭ બૉલમાં ૧૨ ફોર અને ત્રણ સિક્સરની મદદથી ૧૨૪ રન કર્યા હતા. જ્યારે ત્રીજા ક્રમે રમીને કરુણ નાયરે ૧૪ ફોરની મદદથી ૧૩૦ બૉલમાં અણનમ ૧૩૦ રન કર્યા હતા.
ઉત્તર પ્રદેશે ગઈ કાલે ચંડીગઢ સામે ૨૨૭ રનની વિશાળ જીત નોંધાવી હતી. ઉત્તર પ્રદેશના કૅપ્ટન રિન્કુ સિંહે પાંચમા ક્રમે રમીને ૬૦ બૉલમાં ૧૧ ફોર અને ૪ સિક્સર ફટકારીને ૧૦૬ રનની નૉટઆઉટ ઇનિંગ્સ રમી હતી. ત્રીજા ક્રમે રમીને ધ્રુવ જુરેલે ૫૭ બૉલમાં ૧૧ ફોરના આધારે ૬૭ રન કર્યા હતા. હરીફ ટીમ ૨૯.૩ ઓવરમાં ૧૪૦ રને સમેટાઈ ગયું હતું.