વિદર્ભના બૅટ્સમૅન ધ્રુવ શોરેએ લિસ્ટ A ક્રિકેટમાં સતત પાંચ સદી ફટકારવાના તામિલનાડુના નારાયણ જગદીસનના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી છે. તેણે ગઈ કાલે રાજકોટમાં વિજય હઝારે ટ્રોફીમાં હૈદરાબાદ સામે ૭૭ બૉલમાં અણનમ ૧૦૯ રન ફટકારીને સતત પાંચમી સદી નોંધાવી હતી.
વિદર્ભના ધ્રુવ શોરેએ લિસ્ટ A ક્રિકેટમાં સતત પાંચ સદીના રેકૉર્ડની બરાબરી કરી
વિદર્ભના બૅટ્સમૅન ધ્રુવ શોરેએ લિસ્ટ A ક્રિકેટમાં સતત પાંચ સદી ફટકારવાના તામિલનાડુના નારાયણ જગદીસનના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી છે. તેણે ગઈ કાલે રાજકોટમાં વિજય હઝારે ટ્રોફીમાં હૈદરાબાદ સામે ૭૭ બૉલમાં અણનમ ૧૦૯ રન ફટકારીને સતત પાંચમી સદી નોંધાવી હતી.
ધ્રુવ શોરેનો પાંચ સદીનો સિલસિલો ૨૦૨૪-’૨૫ વિજય હઝારે ટ્રોફીના નૉકઆઉટ તબક્કામાં શરૂ થયો હતો જ્યાં તેણે ક્વૉર્ટર-ફાઇનલ, સેમી ફાઇનલ અને ફાઇનલમાં સદી ફટકારી હતી. વર્તમાન ટુર્નામેન્ટની પહેલી મૅચમાં તેણે બંગાળ સામે ૧૩૬ રન ફટકાર્યા હતા. વિદર્ભને પહેલી મૅચમાં બંગાળ સામે ૩ વિકેટે હાર મળી હતી. જોકે ગઈ કાલે ૩૬૬ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરીને વિદર્ભે ૮૯ રને હૈદરાબાદ સામે જીત નોંધાવી હતી.