તાજેતરમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ફૅન-પેજ પર કેટલીક તસવીરો શૅર કરવામાં આવી છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમનાં બાળકો વામિકા અને અકાય સાથે લંડનમાં પ્રાઇવેટ લાઇફ ગાળી રહ્યાં છે. તેઓ ભાગ્યે જ સોશ્યલ મીડિયા પર પર્સનલ લાઇફની અપડેટ શૅર કરે છે. તાજેતરમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ફૅન-પેજ પર કેટલીક તસવીરો શૅર કરવામાં આવી છે. આ તસવીરોમાં બન્ને લંડનમાં આવેલા પોતાના ઘરમાં પૂજા માટે સાથે પોઝ આપતાં જોવા મળે છે. તેમની સાથે પૂજારી પણ નજરે પડે છે. વિરાટે સફેદ કુરતા-પાયજામા પહેર્યાં છે, જ્યારે અનુષ્કાએ પીચ કલરના ડ્રેસ ઉપર વાઇટ કાર્ડિગન પહેર્યું છે. બન્નેનો લુક ખૂબ જ સિમ્પલ અને સોબર લાગી રહ્યો છે.


