Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL ચૅમ્પિયન બન્યા બાદ વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજનાં દર્શન કરવા પહોંચ્યાં વિરાટ-અનુષ્કા

IPL ચૅમ્પિયન બન્યા બાદ વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજનાં દર્શન કરવા પહોંચ્યાં વિરાટ-અનુષ્કા

Published : 03 June, 2026 02:03 PM | IST | Vrindavan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિરાટ કોહલી અને તેની પત્ની ઍક્ટ્રેસ અનુષ્કા શર્માએ મંગળવારે વૃંદાવનસ્થિત સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લીધી હતી. બૅન્ગલોરની ટીમ સતત બીજી વખત IPL ટાઇટલ જીતી હોવાથી આ કપલ સંત પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા અને આભાર માનવા પહોંચ્યું હતું.

IPL ચૅમ્પિયન બન્યા બાદ વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજનાં દર્શન કરવા પહોંચ્યાં વિરાટ-અનુષ્કા

IPL ચૅમ્પિયન બન્યા બાદ વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજનાં દર્શન કરવા પહોંચ્યાં વિરાટ-અનુષ્કા


ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની ઍક્ટ્રેસ અનુષ્કા શર્માએ મંગળવારે વૃંદાવનસ્થિત સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લીધી હતી. બૅન્ગલોરની ટીમ સતત બીજી વખત IPL ટાઇટલ જીતી હોવાથી આ કપલ સંત પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા અને આભાર માનવા પહોંચ્યું હતું.

ચહેરા પર માસ્ક પહેરીને વિરાટ અને અનુષ્કાએ વહેલી સવારે આશ્રમ પહોંચી ત્યાં બે કલાક વિતાવ્યા હતા. સંત પ્રેમાનંદ મહારાજ સાથે ખાનગીમાં મુલાકાત કરીને જ્યારે વિરાટ કોહલી બહાર આવ્યો ત્યારે તેના માથા પર ચંદનનો લેપ હતો. સંત પ્રેમાનંદ મહારાજ તરફથી મળેલું એક ધાર્મિક પુસ્તક પણ વિરાટ કોહલીના હાથમાં જોવા મળ્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી જ્યારે પણ લંડનથી ભારત આવવાનું થાય છે ત્યારે આ કપલ આશ્રમની મુલાકાત જરૂરથી લે છે.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 02:03 PM IST | Vrindavan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK