વિરાટ કોહલીને ઑસ્ટ્રેલિયામાં રમવાનો અને રન બનાવવાનો આનંદ આવે છે.
વિરાટ કોહલી
ઑસ્ટ્રેલિયાના વિસ્ફોટક બૅટ્સમૅન ટ્રેવિસ હેડે ભારત સામેની આગામી ૩ મૅચની વન-ડે સિરીઝમાં વિરાટ કોહલી સામે રમવાની પોતાની માનસિકતા વિશે ખૂલીને વાત કરી છે. તે કોહલી જેવા ઊર્જાવાન પ્રતિસ્પર્ધીનો સામનો કરતી વખતે ક્રીઝ પર શાંત અને સંયમિત રહેવા માગે છે. એક ઇન્ટરવ્યુમાં ટ્રેવિસ હેડને પૂછવામાં આવ્યું કે તેને મેદાન પર સૌથી વધુ ચીડ અને ગુસ્સો કોણ અપાવે છે? તેણે જવાબ આપતાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે ઘણા લોકો આનો જવાબ વિરાટ કોહલી જ આપશે. તે હંમેશાં રન બનાવે છે અને તેની ઊર્જા ખૂબ ઊંચી છે. હંમેશાં તે મેદાન પર તમારી આસપાસ હાજર રહે છે કાં તો સ્લિપમાં ઊભો રહે છે અથવા રમત દરમ્યાન તમારી પાસે આવે છે. તેની આ હરકતથી થોડું પ્રેશર બને છે, પરંતુ તે સ્પર્ધાને વધુ રોમાંચક પણ બનાવે છે.’
વિરાટ કોહલીને ઑસ્ટ્રેલિયામાં રમવાનો અને રન બનાવવાનો આનંદ આવે છે. તેની સામે ઑસ્ટ્રેલિયાનું બોલિંગ-આક્રમણ સારું પ્રદર્શન કરવાની ઇચ્છા રાખે છે. - ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક

