સચિન તેન્ડુલકરને પાછળ છોડ્યો, તેના કરતાં વધુ ઝડપે કર્યા રન
સચિન તેન્ડુલકર
વિરાટ કોહલીએ ગઈ કાલે રાજકોટમાં પહેલો રન કર્યો ત્યારે તે વન-ડે ક્રિકેટમાં ન્યુ ઝીલૅન્ડ સામે સૌથી વધુ રન કરનારો ભારતીય બૅટર બની ગયો હતો. અત્યાર સુધી આ રૅકૉર્ડ સચિન તેન્ડુલકરના નામે હતો. વિરાટે કિવીઓ સામે હવે ૩૫ વન-ડેમાં ૧૭૭૩ રન કર્યા છે. સચિને ૪૨ મૅચમાં ૧૭૫૦ રન કર્યા હતા. વન-ડેમાં કિવીઓ સામે સૌથી વધુ રન કરવાનો ઓવરઑલ રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાના રિકી પૉન્ટિંગના નામે છે, તેણે ૫૦ ઇનિંગ્સમાં ૧૯૭૧ રન કર્યા છે.


