કહે છે કે તેમનું કોઈ રોમૅન્ટિક રિલેશન નહોતું, કમેન્ટનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે અને તેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક થઈ ગયું હતું
આગામી T20 વર્લ્ડ કપ માટે ઍક્ટ્રેસ ખુશી મુખરજીએ કૅપ્ટન સૂર્યકુમાર અને ટીમ ઇન્ડિયાને શુભેચ્છા આપી હતી
સૂર્યકુમાર યાદવ તેને ખૂબ બધા મેસેજ કરતો હતો કહીને મનોરંજન અને ક્રિકેટજગતમાં ચર્ચા જગાડનાર ૨૯ વર્ષની ઍક્ટ્રેસ ખુશી મુખરજીએ આખરે એ વિશે ખુલાસો કર્યો છે.
એક ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે તે સૂર્યકુમાર સાથે એક મિત્ર તરીકે જ વાતો કરતી હતી અને તેમના વચ્ચે કોઈ રોમૅન્ટિક સબંધો નહોતા. તેની વાતોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે અને વધારી-ચડાવીને રજૂ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
શું અમે એક મિત્ર તરીકે વાત ન કરી શકીએ એવો સવાલ કરીને તેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક થઈ ગયું હોવાનું પણ ખુશીએ જણાવ્યું હતું.
છેલ્લે આગામી T20 વર્લ્ડ કપ માટે તેણે કૅપ્ટન સૂર્યકુમાર અને ટીમ ઇન્ડિયાને શુભેચ્છા આપી હતી.


