Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વેસ્ટ ઇન્ડીઝ શ્રીલંકા સામે ૨૩ વર્ષ બાદ ટેસ્ટ-સિરીઝ જીત્યું

વેસ્ટ ઇન્ડીઝ શ્રીલંકા સામે ૨૩ વર્ષ બાદ ટેસ્ટ-સિરીઝ જીત્યું

Published : 09 July, 2026 11:08 AM | IST | Antigua
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી મૅચ ડ્રૉ થઈ, વેસ્ટ ઇન્ડીઝે ૧-૦થી બાજી મારી

ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ

ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ


વેસ્ટ ઇન્ડીઝની ટીમે ત્રણ વર્ષ અને પાંચ મહિના બાદ પહેલી વખત કોઈ ટેસ્ટ-સિરીઝ જીતી છે. શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ-મૅચમાં એક ઇનિંગ્સ અને ૨૧૭ રને જીત્યા બાદ બીજી મૅચ ડ્રૉ થતાં યજમાન કૅરિબિયન ટીમ ૧-૦થી ટેસ્ટ-સિરીઝમાં ચૅમ્પિયન બની હતી.

શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૧૧મી વખત ટેસ્ટ-સિરીઝ રમાઈ રહી હતી. એમાંથી શ્રીલંકા ૪ ટેસ્ટ-સિરીઝ જીત્યું છે અને ૪ સિરીઝ ડ્રૉ રહી છે. વેસ્ટ ઇન્ડીઝને ત્રણ સિરીઝ જીતવામાં સફળતા મળી છે. જોકે આ હરીફ સામે છેલ્લી ટેસ્ટ-સિરીઝ ૨૩ વર્ષ પહેલાં ૨૦૦૩માં ઘરઆંગણે જ જીતી હતી.



પહેલી ઇનિંગ્સ ૫૪૯/૯ અને બીજી ઇનિંગ્સ ૨૫૧/૯ના સ્કોર પર ડિક્લેર કરીને શ્રીલંકાએ અંતિમ દિવસે ૩૦૨ રનનો ટાર્ગેટ મૂક્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૪૯૯ રન કરનાર કૅરિબિયન ટીમે વરસાદથી પ્રભાવિત પાંચમા દિવસે ૪૦ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૧૦૯ રન કર્યા હતા અને મૅચ ડ્રૉ થઈ હતી.


ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સે બે મૅચની આ સિરીઝમાં ૧૮૩ રન કરવાની સાથે ૪ વિકેટ લીધી હોવાથી તે પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયો હતો. બીજી મૅચમાં તેણે ૧૮૦ રન કરી એક વિકેટ પણ લીધી હતી. જેને કારણે તે પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ પણ જીત્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 11:08 AM IST | Antigua | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK