પૉન્ડિચૅરીમાં ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ-મૅચમાં ભારતની મેન્સ A ટીમ હાલમાં ૨૩૬ રન પાછળ છે
પ્રતીકાત્મક તસવીર
મોહાલીમાં આયોજિત ભારત અને ઑસ્ટ્રેલિયા વિમેન્સ A ટીમ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ-મૅચના બીજા દિવસે યજમાન ટીમે ૩૨૨ રનની લીડ મેળવી લીધી છે. પહેલી ઇનિંગ્સમાં ભારતે ૧૦૩.૩ ઓવરમાં ૩૬૪-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઑસ્ટ્રેલિયા ૬૩.૩ ઓવરમાં ૧૭૬-૧૦નો સ્કોર કરી શક્યું હતું. દિવસના અંત સુધીમાં ભારતે બીજી ઇનિંગ્સમાં ૨૭.૫ ઓવરમાં બે વિકેટે ૧૩૪ રન કર્યા હતા. ૩૯.૧ ઓવરમાં ૧૨૪ રનના સ્કોરે પાંચ વિકેટ ગુમાવનાર મહેમાન ટીમે અંતિમ પાંચ વિકેટ ૨૮ રનમાં ગુમાવી હતી.
ઑસ્ટ્રેલિયા સામેની મેન્સ A ટેસ્ટ-મૅચની પહેલી ઇનિંગ્સમાં ભારતનો સ્કોર ૧૨૨/૫
પૉન્ડિચૅરીમાં ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ-મૅચમાં ભારતની મેન્સ A ટીમ હાલમાં ૨૩૬ રન પાછળ છે. ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સમાં ૧૧૬.૩ ઓવરમાં ૨૫૮-૧૦નો સ્કોર કર્યો હતો. બીજા દિવસના અંતે ભારતે ૫૧ ઓવરમાં ૧૨૨-૫નો સ્કોર કર્યો હતો.
દિવસની શરૂઆતમાં કાંગારૂઓનો સ્કોર ૮૮મી ઓવરમાં ૨૮૨-૯નો હતો. પહેલા દિવસે ૧૦૧ રને અણનમ રહેનાર સૅમ હાર્પરે ૨૨૩ બૉલમાં ૭ ફોર, ત્રણ સિક્સ સાથે ૧૨૮ રને ઇનિંગ્સ પૂરી કરી હતી. અશુંલ કમ્બોજે તેની વિકેટ લઈને ઇનિંગ્સમાં ત્રણ વિકેટ લેનાર અન્ય બે બોલર્સ સાથે જોડાયો હતો.
પહેલી ઇનિંગ્સમાં બૅટિંગ સમયે ભારતે ૪૫.૪ ઓવરમાં ૧૧૧ રને પાંચ વિકેટ ગુમાવી હતી. કૅપ્ટન દેવદત્ત પડિક્કલે ૬૩ બૉલમાં ૩૧ રન કર્યા હતા. શેખ રશીદ ૧૪૦ બૉલમાં ૩૬ રન કરીને નૉટઆઉટ કર્યો હતો. સ્પિનર ટૉડ મર્ફીએ ૧૭ ઓવરમાં ૨૬ રન કરીને બે વિકેટ લીધી હતી.
