Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે બે ખાસ દોસ્તો વચ્ચે ક્રિકેટના મેદાન પર જંગ

આજે બે ખાસ દોસ્તો વચ્ચે ક્રિકેટના મેદાન પર જંગ

Published : 05 February, 2026 10:12 AM | IST | Navi Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેમિમા રૉડ્રિગ્સ દિલ્હીને પહેલી વખત અને સ્મૃતિ માન્ધના બૅન્ગલોરને બીજી વખત WPLમાં ચૅમ્પિયન બનાવવા ઊતરશે

ગઈ કાલે વડોદરામાં એક પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન WPLની ટ્રોફી સાથે પોઝ આપી રહેલી દિલ્હી કૅપિટલ્સની કૅપ્ટન જેમિમા રૉડ્રિગ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની કૅપ્ટન સ્મૃતિ માન્ધના.

ગઈ કાલે વડોદરામાં એક પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન WPLની ટ્રોફી સાથે પોઝ આપી રહેલી દિલ્હી કૅપિટલ્સની કૅપ્ટન જેમિમા રૉડ્રિગ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની કૅપ્ટન સ્મૃતિ માન્ધના.


વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં આજે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની ફાઇનલ મૅચ રમાશે. ૨૦૨૪ બાદ બન્ને વચ્ચે બીજી વખત ફાઇનલ મૅચ રમાશે. સતત ચોથી વખત ફાઇનલ મૅચમાં એન્ટ્રી મારનાર દિલ્હીને પહેલી વખત ચૅમ્પિયન બનાવવાનો પડકાર આજે જેમિમા રૉડ્રિગ્સ સામે છે, જ્યારે સ્મૃતિ માન્ધના બૅન્ગલોરને બીજી વખત ટાઇટલ અપાવીને હરમનપ્રીત કૌરની મુંબઈ ઇન્ડિયન્સની બરાબરી પર લાગવાનો ટાર્ગેટ રાખશે.

ભારત માટે રમવાના સમયે અને મેદાનની બહાર પર્સનલ લાઇફમાં પણ આ બન્ને પ્લેયર્સ વચ્ચે ખાસ મિત્રતા જોવા મળી છે. તે બન્ને આજે મિત્રતાને સાઇડમાં મૂકીને પોતાની ટીમના વર્ચસ માટે મેદાન પર ટકરાશે. બન્ને ટીમ વચ્ચે હમણાં સુધી ૯ મૅચ રમાઈ છે. એમાંથી ૬ મૅચ દિલ્હીએ અને ૩ મૅચ બૅન્ગલોરે જીતી છે. વર્તમાન સીઝનની લીગ મૅચમાં બન્ને ટીમે એક-એક મૅચ જીતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2026 10:12 AM IST | Navi Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK