રાવલપિંડીમાં આયોજિત ત્રિકોણીય T20 સિરીઝમાં ગુરુવારે ઝિમ્બાબ્વે સામે શ્રીલંકાને ૬૭ રને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ઝિમ્બાબ્વેએ ૮ વિકેટ ગુમાવીને ૧૬૨ રન કર્યા હતા. એના જવાબમાં શ્રીલંકા ૨૦ ઓવરમાં ૯૫ રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું.
ઝિમ્બાબ્વે સામે વિકેટ ગુમાવ્યા બાદ દુ:ખીને થઈને પૅવિલિયન તરફથી જતો શ્રીલંકન કૅપ્ટન દાસુન શનાકા.
રાવલપિંડીમાં આયોજિત ત્રિકોણીય T20 સિરીઝમાં ગુરુવારે ઝિમ્બાબ્વે સામે શ્રીલંકાને ૬૭ રને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ઝિમ્બાબ્વેએ ૮ વિકેટ ગુમાવીને ૧૬૨ રન કર્યા હતા. એના જવાબમાં શ્રીલંકા ૨૦ ઓવરમાં ૯૫ રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું. શ્રીલંકા સામે રમાયેલી ૧૦ મૅચમાં ઝિમ્બાબ્વેનો આ માત્ર ત્રીજો T20 વિજય છે. કોઈ પણ ફુલ મેમ્બર નેશન ટીમ સાથે ઝિમ્બાબ્વેની આ સૌથી મોટી જીત હતી.


