Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મેન્સ વન-ડેમાં સૌથી લાંબી કરીઅરનો સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ તૂટ્યો

મેન્સ વન-ડેમાં સૌથી લાંબી કરીઅરનો સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ તૂટ્યો

Published : 16 September, 2026 11:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝિમ્બાબ્વેના બ્રેન્ડન ટેલરે માસ્ટર બ્લાસ્ટરનો ૧૪ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

બ્રેન્ડન ટેલર

બ્રેન્ડન ટેલર


ઝિમ્બાબ્વેના વિકેટકીપર-બૅટર બ્રેન્ડન ટેલરે ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઊતરતાંની સાથે જ સચિન તેન્ડુલકરનો ૧૪ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. મેન્સ વન-ડેમાં સૌથી લાંબી કરીઅરનો સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ છેક હવે તૂટ્યો છે.

૨૦૦૪ની ૨૦ એપ્રિલે વન-ડે ડેબ્યુ કરીને ૨૦૮ જેટલી વન-ડે મૅચ રમનાર બ્રેન્ડન ટેલર આ ફૉર્મેટમાં ૨૨ વર્ષ ૧૪૮ દિવસની કરીઅર ધરાવે છે. સચિન તેન્ડુલરે ૧૯૮૯થી ૨૦૧૨ સુધી ૨૨ વર્ષ ૯૧ દિવસમાં ૪૬૩ મૅચોવાળી વન-ડે કરીઅરનો રેકૉર્ડ નોંધાવ્યો હતો.



ગઈ કાલે ઝિમ્બાબ્વે સામેની પહેલી વન-ડે મૅચમાં ઑસ્ટ્રેલિયાએ મૅટ રેનશૉના ૯૪ બૉલમાં ૧૦૯ રનની મદદથી ૨૯૪-૮નો સ્કોર કર્યો હતો. જવાબમાં યજમાન ઝિમ્બાબ્વેએ ૨૩૫ રનમાં ઑલઆઉટ થઈ ગઈ.


22 વર્ષ 274 દિવસ

મેન્સ-વિમેન્સ ક્રિકેટમાં આટલા સમયગાળાની સૌથી લાંબી વન-ડે કરીઅરનો રેકૉર્ડ મિતાલી રાજને નામે છે.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK