Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કચ્છમાં મેઘમહેર, વરસ્યું કાચું સોનું

કચ્છમાં મેઘમહેર, વરસ્યું કાચું સોનું

Published : 16 September, 2026 01:24 PM | IST | Mandvi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કચ્છમાં સચરાચર વરસાદથી ભુજના હમીરસર તળાવમાં તેમ જ જિલ્લાનાં કેટલાંય નદી-નાળાંમાં આવ્યાં નવાં નીર

માંડવી

માંડવી


સાંજે ૬ વાગ્યા સુધીમાં માંડવીમાં ૧૭૭ મિલીમીટર વરસાદ પડતાં માંડવી થયું પાણી-પાણી :  કચ્છમાં સચરાચર વરસાદથી ભુજના હમીરસર તળાવમાં તેમ જ જિલ્લાનાં કેટલાંય નદી-નાળાંમાં આવ્યાં નવાં નીર:  ખેડૂતો અને માલધારીઓમાં રાહત થવા સાથે ખુશીનો માહોલ છવાયો : ખેતીને જીવતદાન મળવાની આશા

કચ્છને હાથતાળી આપીને છટકી ગયેલા મેઘરાજાએ આખરે કચ્છ પર હેત વરસાવ્યું હતું. ગઈ કાલે કચ્છમાં મેઘમહેર થતાં જાણે કે આકાશમાંથી કાચું સોનું વરસી રહ્યું હોય અેવી રીતે વરસાદ પડ્યો હતો. કચ્છના માંડવીમાં ૧૭૭ મિલીમીટર વરસાદ પડતાં શહેર આખું પાણી-પાણી થઈ ગયું હતું. વરસાદના પગલે કચ્છમાં ખુશીનો માહોલ છવાયો છે. ખાસ કરીને ખેડૂતો અને માલધારીઓમાં રાહત થવા સાથે ખુશી ફેલાઈ છે અને ખેતીને જીવતદાન મળવાની આશા બંધાઈ છે.   
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૯૫ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ ૧૭૭ મિલીમીટર કચ્છના માંડવી તાલુકામાં પડ્યો. માંડવીમાં સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીના ૪ કલાકમાં ૧૫૮ મિલીમીટર વરસાદ પડ્યો હતો જેના કારણે શહેર આખું જળબંબાકાર થયું હતું. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. માંડવી ઉપરાંત કચ્છના અબડાસામાં ૫૪ મિલીમીટર, મુંદ્રામાં ૪૦, નખત્રાણામાં ૩૩, ભુજમાં ૩૨, લખપતમાં ૨૩, ગાંધીધામમાં ૧૬ અને અંજારમાં ૧૪ મિલીમીટર વરસાદ પડ્યો હતો.  
કચ્છમાં પડેલા સચરાચર વરસાદના કારણે ભુજના હમીરસર તળાવમાં નવાં નીર આવ્યાં છે તો જિલ્લામાં આવેલી નાની-મોટી નદીઓ તેમ જ નાળાંઓમાં પણ પાણીની આવક થઈ હતી. મુંદ્રા પંથકમાં આવેલો કારાઘોઘા ડૅમ ઓવરફ્લો થયો હતો. ડૅમ ઓવરફ્લો થતાં હેઠવાસનાં ગામોને અલર્ટ કરાયાં હતાં. કચ્છમાં લાંબા સમય બાદ વરસાદ પડતાં સુકાતા પાકને જીવતદાન મળ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 01:24 PM IST | Mandvi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK