પહેલી મૅચમાં સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેને પાંચ વિકેટે હાર મળી હતી, જ્યારે કિવીએ બીજી મૅચમાં આફ્રિકાને ૨૧ રને હરાવ્યું હતું. ન્યુ ઝીલૅન્ડે આ ફૉર્મેટમાં એક દાયકા બાદ આફ્રિકાને હરાવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
ઝિમ્બાબ્વેમાં આયોજિત ત્રિકોણીય T20 સિરીઝની ત્રીજી મૅચ આજે ન્યુ ઝીલૅન્ડ અને યજમાન ટીમ વચ્ચે રમાશે. પહેલી મૅચમાં સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેને પાંચ વિકેટે હાર મળી હતી, જ્યારે કિવીએ બીજી મૅચમાં આફ્રિકાને ૨૧ રને હરાવ્યું હતું. ન્યુ ઝીલૅન્ડે આ ફૉર્મેટમાં એક દાયકા બાદ આફ્રિકાને હરાવ્યું હતું. બન્ને ટીમે છેલ્લે ૨૦૧૭માં T20 મૅચ રમી હતી.
ઝિમ્બાબ્વે-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ઑગસ્ટ ૨૦૧૫માં છેલ્લી T20 મૅચ રમાઈ હતી. ૨૦૧૦થી બન્ને ટીમે ૬ T20 મૅચ રમી હતી અને તમામમાં કિવી ટીમે જીત નોંધાવી હતી. અંતિમ મૅચ સહિત હરારેમાં રમાયેલી ત્રણેય T20 મૅચમાં પણ યજમાન ટીમ સામે કિવી ટીમનો દબદબો રહ્યો છે. હરારેમાં આજે સાંજે ૪.૩૦ વાગ્યે મૅચ શરૂ થશે.

