Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય મૂળનો કેશવ મહારાજ ૨૦૦ ટેસ્ટ-વિકેટ લેનાર પહેલો સાઉથ આફ્રિકન સ્પિનર બની ગયો

ભારતીય મૂળનો કેશવ મહારાજ ૨૦૦ ટેસ્ટ-વિકેટ લેનાર પહેલો સાઉથ આફ્રિકન સ્પિનર બની ગયો

Published : 30 June, 2025 11:25 AM | Modified : 30 June, 2025 11:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ આફ્રિકાએ પહેલી ઇનિંગ્સમાં ૪૧૮ રનના સ્કોર સામે ઝિમ્બાબ્વેને ૨૫૧ રને ઑલઆઉટ કર્યું, બીજા દિવસના અંતે એક વિકેટે ૪૯ રન કરીને મહેમાન ટીમે ૨૧૬ રનની લીડ મેળવી લીધી

કેશવ મહારાજ

કેશવ મહારાજ


પહેલી ટેસ્ટ-મૅચના બીજા દિવસની શરૂઆતમાં સાઉથ આફ્રિકાએ એક પણ ઓવર રમ્યા વગર ૯૦ ઓવરમાં ૪૧૮/૯ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી હતી. યજમાન ઝિમ્બાબ્વે સીન વિલિયમ્સની સદીની મદદથી ૬૭.૪ ઓવરમાં ૨૫૧ રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું. બીજા દિવસના અંતે આફ્રિકાએ ૧૩ ઓવરમાં એક વિકેટે ૪૯ રન જોડીને ૨૧૬ રનની લીડ મેળવી લીધી હતી.


ઝિમ્બાબ્વેના મિડલ ઑર્ડર બૅટર સીન વિલિયમ્સને ૧૬ ફોરની મદદથી ૧૬૪ બૉલમાં ૧૩૭ રનની ઇનિંગ્સ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ઝિમ્બાબ્વેએ પોતાની છેલ્લી પાંચ વિકેટ ૫૦ રનની અંદર ગુમાવી દીધી હતી. ફાસ્ટ બોલર્સ વિઆન મલ્ડર (૫૦ રનમાં ચાર વિકેટ) અને કોડી યુસુફ (૪૨ રનમાં ૩ વિકેટ) અને સ્પિનર કેશવ મહારાજ (૭૦ રનમાં ત્રણ વિકેટ)એ સાઉથ આફ્રિકા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. કૅપ્ટન તરીકે પહેલી ટેસ્ટ-મૅચ રમી રહેલા ભારતીય મૂળના ક્રિકેટર કેશવ મહારાજે ૯૯મી ઇનિંગ્સમાં પોતાની ૨૦૦ ટેસ્ટ-વિકેટ પૂરી કરી હતી જેના કારણે તે સાઉથ આફ્રિકા માટે ૨૦૦ ટેસ્ટ-વિકેટ લેનાર પહેલો સ્પિનર બની ગયો છે. 



ઝિમ્બાબ્વેનો ઓપનર ટેસ્ટ-મૅચમાંથી અધવચ્ચેથી કેમ થયો આઉટ? 
યજમાન ટીમનો ૨૧ વર્ષનો ઓપનર બ્રાયન બેનેટ (૨૮ બૉલમાં ૧૯ રન) સાઉથ આફ્રિકાના ૧૯ વર્ષના ફાસ્ટ બોલર ક્વેના માફાકાના બાઉન્સરને કારણે ઇન્જર્ડ થયો હતો. માથા પર હળવી ઇન્જરી છતાં તેને સાવચેતીના ભાગરૂપે પહેલી ટેસ્ટ-મૅચમાંથી બહાર કરવામાં આવ્યો છે. કન્કશનના નવા પ્રોટોકૉલ અનુસાર તેને ઓછામાં ઓછા સાત દિવસ સુધી મેદાનથી દૂર રહેવું પડી શકે છે. ICCએ હાલમાં જ આ નિયમોમાં ફેરફાર કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2025 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK