Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > કૉમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહમાં જોવા મળશે ભારત અને ગુજરાતની સંસ્કૃતિની ઝલક

કૉમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહમાં જોવા મળશે ભારત અને ગુજરાતની સંસ્કૃતિની ઝલક

Published : 30 July, 2026 02:36 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂમિ ત્રિવેદી ગુજરાતના સાંસ્કૃતિક વારસાને રજૂ કરતો ભવ્ય પર્ફોર્મન્સ રજૂ કરશે

શંકર મહાદેવન, માનુષી છિલ્લર, ભૂમિ ત્રિવેદી

શંકર મહાદેવન, માનુષી છિલ્લર, ભૂમિ ત્રિવેદી


ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ 2026ના બીજી ઑગસ્ટે યોજાનારા સમાપન સમારોહના ‘હૅન્ડઓવર સેગમેન્ટ’ દરમ્યાન નેક્સ્ટ યજમાન ભારતની અને ગુજરાતની ભવ્ય સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે. આ પ્રસંગે ૨૦૩૦ની શતાબ્દી કૉમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકે અમદાવાદને સત્તાવાર રીતે કૉમનવેલ્થનો ફ્લૅગ સોંપવામાં આવશે. આ હૅન્ડઓવર સેગમેન્ટ દરમ્યાન ભારતની સંસ્કૃતિ, કલ્ચરની ઉજવણી કરતા ત્રણ પર્ફોર્મન્સ રજૂ થશે. પહેલામાં ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ની ૧૫૦ વર્ષની ઉજવણીરૂપે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરના નેતૃત્વમાં એક ભવ્ય થિયેટ્રિકલ ડાન્સ પર્ફોર્મન્સ રજૂ થશે. ત્યાર બાદ બીજા ભાગમાં ભારતીય સિતારવાદક રિષભ રિખીરામ શર્મા અને સ્કૉટલૅન્ડના વિખ્યાત પાઇપર રોસ એન્સલી વચ્ચે સિતાર અને સ્કૉટિશ પાઇપની અદ્ભુત સંગીતમય જુગલબંધી જોવા મળશે. ત્રીજા અને અંતિમ ભાગમાં ભારતીય અને ગુજરાતના સંગીતનો જાદુ જોવા મળશે, જેમાં ગાયક-સંગીતકાર શંકર મહાદેવન, તેમના પુત્રો સિદ્ધાર્થ અને શિવમ તેમ જ લોકપ્રિય ગાયિકા ભૂમિ ત્રિવેદી પોતાનાં લોકપ્રિય ગીતો અને ખાસ કરીને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને રજૂ કરતો ભવ્ય પર્ફોર્મન્સ રજૂ કરશે. ૨૦૩૦માં અમદાવાદમાં યોજાનારી આ ગેમ્સમાં ૧૯૩૦થી શરૂ થયેલા કૉમનવેલ્થ ગેમ્સનાં ૧૦૦ વર્ષ પૂરાં થવાની ઉજવણી પણ હશે. ૨૦૧૦માં ન્યુ દિલ્હી બાદ બીજી વખત ભારતમાં આ રમતોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 02:36 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK