Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારતીય સ્ક્વૉશ સ્ટાર્સ અનાહત-અભયે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો

ભારતીય સ્ક્વૉશ સ્ટાર્સ અનાહત-અભયે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો

Published : 28 September, 2026 09:41 AM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં ડાયરેક્ટ એન્ટ્રી કરતાં ચૂકી ગયા

એશિયન ગેમ્સ સ્ક્વૉશ

એશિયન ગેમ્સ સ્ક્વૉશ


એશિયન ગેમ્સ 2026ની ફાઇનલમાં મલેશિયાના પ્રતિસ્પર્ધીઓ સામે હાર્યા બાદ ભારતીય સ્ક્વૉશ સ્ટાર્સ અનાહત સિંહ અને અભય સિંહે ગઈ કાલે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં ડેબ્યુ કરી રહેલી સ્ક્વૉશની રમતમાં તેઓ ડાયરેક્ટ એન્ટ્રી કરતાં પણ ચૂકી ગયા હતા. 
પચીસ વર્ષના અભય સિંહને પુરુષોની સિંગલ્સ ફાઇનલમાં મલેશિયાના  ઇન યોવ એનજી સામે સીધા સેટમાં ૯-૧૧, ૫-૧૧, ૫-૧૧થી હાર મળી હતી. ૧૮ વર્ષની અનાહત સિંહ મહિલા સિંગલ્સ ફાઇનલમાં મલેશિયાની શિવસાંગરી સુબ્રમણ્યમ સામે ૪-૧૧, ૪-૧૧, ૭-૧૧થી હારી ગઈ હતી.
ગોલ્ડ મેડલ જીતનાર મલેશિયાના બન્ને ખેલાડીઓ ૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થનાર પહેલા બે ખેલાડી બન્યા છે.
અનાહત સિંહે અગાઉ ૨૦૨૨ની એશિયન ગેમ્સમાં મિક્સ્ડ ડબલ્સ અને ટીમ ઇવેન્ટમાં એમ બે બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. અભય સિંહે એ જ એશિયન ગેમ્સમાં ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને મિક્સ્ડ ડબલ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

 


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2026 09:41 AM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK