Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > તીરંદાજીની તમામ છ ટીમ સ્પર્ધાઓની સેમી-ફાઇનલમાં ભારતની એન્ટ્રી

તીરંદાજીની તમામ છ ટીમ સ્પર્ધાઓની સેમી-ફાઇનલમાં ભારતની એન્ટ્રી

Published : 28 September, 2026 10:06 AM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતે તીરંદાજીની તમામ છ ટીમ સ્પર્ધાઓની સેમી-ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમોએ કમ્પાઉન્ડ અને રિકર્વની ટીમ તથા મિક્સ્ડ ટીમ સ્પર્ધાઓમાં ક્વૉર્ટર ફાઇનલ જીતીને મેડલની આશા જાળવી રાખી છે.

ભારતીય ટીમના તીરંદાજો

ભારતીય ટીમના તીરંદાજો


એશિયન ગેમ્સ 2026માં ભારતના તીરંદાજોએ મેડલ તરફ કૂચ જાળવી રાખી છે. ભારતે એશિયન ગેમ્સ 2026ની તીરંદાજીની તમામ છ ટીમ સ્પર્ધાઓની સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરી છે. 
કમ્પાઉન્ડ પુરુષ ટીમે ભુતાનને 
૨૩૫-૨૩૨થી, કમ્પાઉન્ડ મહિલા ટીમે કઝાખસ્તાનને ૨૩૩-૨૩૦થી, કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમે કઝાખસ્તાનને ૧૫૯-૧૫૪થી, રિકર્વ મિક્સ્ડ ટીમે વિયેતનામ સામે ૬-૦થી, રિકર્વ પુરુષ ટીમે ચીનને ૫-૧થી, રિકર્વ મહિલા ટીમે ચાઇનીઝ તાઇપેઇ સામે ૬-૦થી જીત મેળવીને સેમી-ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
રિકર્વ ઇવેન્ટની ત્રણ સેમી-ફાઇનલ બે ઑક્ટોબરે અને કમ્પાઉન્ડ ઇવેન્ટની ત્રણ સેમી-ફાઇનલ ૩૦ સપ્ટેમ્બરે રમાશે. ૨૦૦૬થી ૨૦૨૨ વચ્ચે ભારતે એશિયન ગેમ્સ તીરંદાજીમાં ૬ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૭ બ્રૉન્ઝ સહિત ૧૯ મેડલ જીત્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2026 10:06 AM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK