૬ એપ્રિલે સાંજે ૭ વાગ્યે આ સ્ટેડિયમમાં પ્રખ્યાત ફુટબૉલ ક્લબ બાર્સેલોના અને રિયલ મેડ્રિડના ભૂતપૂર્વ લેજન્ડ પ્લેયર્સની ફ્રેન્ડ્લી મૅચ રમાશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈનું ડી. વાય. પાટીલ સ્ટેડિયમ વધુ એક મેગા ઇવેન્ટનું યજમાન બનવા જઈ રહ્યું છે. ૬ એપ્રિલે સાંજે ૭ વાગ્યે આ સ્ટેડિયમમાં પ્રખ્યાત ફુટબૉલ ક્લબ બાર્સેલોના અને રિયલ મેડ્રિડના ભૂતપૂર્વ લેજન્ડ પ્લેયર્સની ફ્રેન્ડ્લી મૅચ રમાશે. ૫૫,૦૦૦ દર્શકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમમાં ફુટબૉલમાંથી રિટાયરમેન્ટ લઈ ચૂકેલા પ્લેયર્સ રમતા જોવા મળશે. ફુટબૉલ ક્લબની આવી લેજન્ડ્સ ટીમ બનાવવાનો હેતુ ભૂતપૂર્વ પ્લેયર્સને એક સ્થિર વ્યાવસાયિક સંગઠનમાં એકત્રિત કરવાનો છે. બાર્સેલોનાની લેજન્ડ્સ ટીમ આ પહેલાં ૨૦૧૮ની ૨૯ સપ્ટેમ્બરે કલકત્તામાં રમવા આવી હતી ત્યારે એણે મોહન બાગાનની લેજન્ડ્સ ટીમને ૬-૦થી માત આપી હતી.

