Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ફુટબૉલ વર્લ્ડ કપના ​ઇતિહાસમાં સૌથી મોડેથી વિજયી ગોલ કરીને બેલ્જિયમે સેનેગલને હરાવ્યું

ફુટબૉલ વર્લ્ડ કપના ​ઇતિહાસમાં સૌથી મોડેથી વિજયી ગોલ કરીને બેલ્જિયમે સેનેગલને હરાવ્યું

Published : 03 July, 2026 01:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલાં ૮૫ મિનિટ સુધી ૦-૨થી પાછળ રહ્યા બાદ બેલ્જિયમે ૮૬, ૮૯ અને ૧૨૫મી મિનિટે ગોલ કરીને શાનદાર કમબૅક કર્યું, ગઈ કાલે વૉશિંગ્ટનમાં સેનેગલ સામે ૩-૨થી જીત નોંધાવીને બેલ્જિયમ રાઉન્ડ ઑફ 16માં પહોંચ્યું છે.

અમેરિકાની ટીમને સમર્થન આપવા કૅલિફૉર્નિયાના સ્ટેડિયમમાં જબરદસ્ત ભીડ જોવા મળી હતી.

અમેરિકાની ટીમને સમર્થન આપવા કૅલિફૉર્નિયાના સ્ટેડિયમમાં જબરદસ્ત ભીડ જોવા મળી હતી.


ગઈ કાલે વૉશિંગ્ટનમાં સેનેગલ સામે ૩-૨થી જીત નોંધાવીને બેલ્જિયમ રાઉન્ડ ઑફ 16માં પહોંચ્યું છે. બેલ્જિયમ ઓવરઑલ નવમી વખત રાઉન્ડ ઑફ 16માં રમશે. ચોથો વર્લ્ડ કપ રમનાર સેનેગલ અગાઉ માત્ર ૨૦૧૮માં રાઉન્ડ ઑફ 16માં પહોંચી શક્યું નહોતું. 
પહેલાં ૮૫મી મિનિટ સુધી સેનેગલ ૨-૦થી આગળ હતું. બેલ્જિયમે ૮૬, ૮૯ અને ૧૨૫મી મિનિટે ગોલ કરીને શાનદાર કમબૅક કર્યું હતું. ૮૯મી મિનિટે ગોલ કરનાર બેલ્જિયમના યુરી ટિલેમૅન્સે પેનલ્ટી ​કિકની મદદથી એકસ્ટ્રા ટાઇમની ૧૨૪ મિનિટ અને ૪૪ સેકન્ડે ગોલ કરીને ઇતિહાસ રચ્યો હતો. વર્લ્ડ કપના ઇતિહાસનો આ સૌથી મોડેથી કરેલો ગોલ હતો.


બેલ્જિયમ-સેનેગલની મૅચના રોમાંચક દૃશ્યો.



કૅનેડા, મેક્સિકો બાદ યજમાન અમેરિકાની પણ રાઉન્ડ ઑફ 16માં એન્ટ્રી


બોસ્નિયા-હર્ઝેગોવિના સામે ૨-૦થી સરળ જીત નોંધાવીને કૅનેડા, મેક્સિકો બાદ યજમાન અમેરિકા પણ રાઉન્ડ ઑફ 16માં પહોંચ્યું હતું. અમેરિકાના ખેલાડીઓએ ૪૫મી અને ૮૨મી મિનિટે ગોલ કરીને મૅચને પોતાના પક્ષમાં કરી લીધી હતી.

રાઉન્ડ ઑફ 16માં અમેરિકા ૭ જુલાઈએ બેલ્જિયમ સામે રમે એ પહેલાં ૪ જુલાઈએ કૅનેડાની મોરોક્કો અને ૬ જુલાઈએ મેક્સિકોની ઇંગ્લૅન્ડ સામે ટક્કર થશે. અમેરિકા આઠમી વખત રાઉન્ડ ઑફ 16માં પહોંચ્યું છે. 


આર્જેન્ટિનાની જર્સી પહેરીને ફ્રાન્સ-સ્વીડનની મૅચ જોવા પહોંચ્યો યશસ્વી જાયસવાલ
ભારતનો યંગ ક્રિકેટર યશસ્વી જાયસવાલ હાલમાં ક્રિકેટિંગ શેડ્યુલના બ્રેકને કારણે ફુટબૉલ વર્લ્ડ કપનો આનંદ માણવા પહોંચ્યો છે. બુધવારે ન્યુ જર્સીના સ્ટેડિયમમાં તેણે ફ્રાન્સ અને સ્વીડન વચ્ચેની મૅચ સ્ટેડિયમમાં બેસીને નીહાળી હતી. આર્જેન્ટિનાની ફુટબૉલ ટીમના કૅપ્ટન લીઅનલ મેસીના નામની જર્સી પહેરીને તેણે ફોટો શૅર કર્યા હતા. 
કિલિયન એમ્બાપ્પેના બે ગોલની મદદથી ફ્રાન્સે ૩-૦થી સ્વીડન સામે જીત નોંધાવીને રાઉન્ડ ઑફ 16માં એન્ટ્રી કરી હતી. ૨૭ વર્ષનો એમ્બાપ્પે વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં ૧૦ ગોલ કરનાર પહેલો ખેલાડી બન્યો છે. આ વર્લ્ડ કપમાં સૌથી વધુ ૬ ગોલ કરવા મામલે તેણે લીઅનલ મેસીની બરાબરી કરી છે. 

Whatsapp-channel Whatsapp-channel

03 July, 2026 01:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK