૪૭ દેશોની પંચાવન સ્કૂલ વચ્ચેની આ સ્પર્ધામાં કઝાખસ્તાન અને અમેરિકાની ટીમ અનુક્રમે સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીતી છે.
ચેન્નઈની વેલમ્મલ વિદ્યાલય વર્લ્ડ સ્કૂલ્સ ટીમ ચેસ ચૅમ્પિયનશિપ 2025માં ગોલ્ડ મેડલ જીતી
અમેરિકાના વર્જિનિયામાં આયોજિત વર્લ્ડ સ્કૂલ્સ ટીમ ચેસ ચૅમ્પિયનશિપ 2025માં ભારતની સ્કૂલ વેલમ્મલ વિદ્યાલયે તમામ ૮ રાઉન્ડમાં વિજય મેળવીને ગોલ્ડ પોતાના નામે કર્યો છે. ૪૭ દેશોની પંચાવન સ્કૂલ વચ્ચેની આ સ્પર્ધામાં કઝાખસ્તાન અને અમેરિકાની ટીમ અનુક્રમે સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીતી છે. વેલમ્મલ વિદ્યાલય ચેન્નઈમાં ચેસ-ક્રાન્તિ માટે પ્રેરણા માનવામાં આવે છે, કારણ કે તેમણે સેંકડો ઊભરતા ચેસ પ્લેયર્સને તાલીમ પૂરી પાડી છે જેમાં યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન ડી. ગુકેશ, આર. પ્રજ્ઞાનંદ અને આર. વૈશાલીનો સમાવેશ થાય છે.

