Cristiano Ronaldo Engagement Ring: ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ૮ વર્ષના રિલેશન બાદ ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથે કરી સગાઈ; ડાયમન્ડ રિંગ બની આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
પોર્ટુગલ (Portugal) અને અલ નાસર (Al Nasr)નો ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)એ આઠ વર્ષના સંબંધ અને પાંચ બાળકો પછી તેની પાર્ટનર અને મોડેલ જ્યોર્જીના રોડ્રિગ્ઝ (Georgina Rodríguez) સાથે સગાઈ કરી લીધી છે. જ્યોર્જિનાએ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર તેની મોટી હીરાની સગાઈની વીંટીનો ફોટો શેર કરીને આ ખુશખબર આપી હતી. જ્યારથી આ તસવીર પોસ્ટ કરવામાં આવી છે ત્યારથી સતત આ સગાઈની સાથે-સાથે વીંટીની પણ ચોતરફ ચર્ચા થઈ રહી છે.
આઠ વર્ષના રિલેશન પછી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેની પાર્ટનર જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથે સગાઈ (Cristiano Ronaldo Engagement Ring) કરી લીધી છે. જ્યોર્જિનાએ સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સગાઈની વીંટીનો ફોટો શેર કર્યો છે. જ્યોર્જિનાએ તેના હાથ અને રોનાલ્ડોના હાથનો ફોટો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, `હા, હું તને પ્રેમ કરું છું. આ જીવનમાં અને આવનારી દરેક જિંદગીમાં.`
ADVERTISEMENT
View this post on Instagram
પાંચ બાળકોના પિતા બન્યા પછી અને આઠ વર્ષના સંબંધ બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આખરે આ સંબંધને લગ્ન બંધનમાં બંધાવવાનું નક્કી કર્યું છે. આ તસવીરમાં ઓવલ શેપની ડાયમંડની રિંગ સહુનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. લોકો વીંટીની કિંમતનો અંદાજો લગાવી રહ્યા છે. જોકે આ વીંટીની સત્તાવાર કિંમત જાહેર કરવામાં આવી નથી, પરંતુ એક રિપોર્ટ અનુસાર, તેની કિંમત 2 મિલિયન ડોલરથી 5 મિલિયન ડોલર (લગભગ રૂ. ૧૬.૫ કરોડ થી રૂ. ૪૧ કરોડ) સુધી હોઈ શકે છે. જ્યોર્જિનાની વીંટીમાં અંડાકાર-કટ સેન્ટર સ્ટોન અને બંને બાજુ સાઇડ સ્ટોન છે. એક રિપોર્ટ અનુસાર, વીંટીનો સેન્ટર સ્ટોન D રંગ અને ફ્લોલેસ ક્લૅરિટીનો છે, જેનું વજન ૩૦ કેરેટથી વધુ હોઈ શકે છે અને તેની કિંમત 5 મિલિયન ડોલર (લગભગ રૂ. ૪૧ કરોડ) સુધી હોઈ શકે છે.
રોનાલ્ડો અને જ્યોર્જીના લવ સ્ટોરી
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જ્યોર્જીના રોડ્રિગ્ઝ ૨૦૧૬માં મેડ્રિડના ગુચી સ્ટોરમાં મળ્યા હતા, જ્યાં જ્યોર્જીના સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. આ સંયોગિક મુલાકાત ટૂંક સમયમાં પ્રેમમાં ફેરવાઈ ગઈ. આર્જેન્ટિનામાં જન્મેલી અને સ્પેનિશ શહેર જાકામાં ઉછરેલી જ્યોર્જીનાએ મેડ્રિડ આવતા પહેલા નૃત્યની તાલીમ પણ લીધી હતી. હાલમાં, રોડ્રિગ્ઝ સ્પેનની એક મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે.
બંને ૨૦૧૬થી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને લગભગ નવ વર્ષ પછી, બંનેએ આ સંબંધને એક ડગલું આગળ વધારવાનું નક્કી કર્યું. બંને એક બ્રાન્ડ સ્ટોરમાં મળ્યા હતા. ૨૦૧૭માં, બંનેએ તેમના સંબંધને સત્તાવાર બનાવ્યો. બંનેને ચાર બાળકો છે. અવા મારિયા અને માટેઓનો જન્મ ૨૦૧૭માં સરોગસી દ્વારા થયો હતો. તે જ સમયે, જ્યોર્જિનાએ ૨૦૧૭માં પુત્રી અલાના માર્ટિના અને ૨૦૨૨માં બેલા એસ્મેરાલ્ડાને જન્મ આપ્યો. આ ઉપરાંત, રોનાલ્ડોને એક પુત્ર પણ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જુનિયર, જેનો જન્મ ૨૦૧૦માં થયો હતો. જ્યોર્જીના હાલમાં પાંચેય બાળકોની સંભાળ રાખી રહી છે.

