પણ ગઈ કાલે અમેરિકામાં રમાઈ રહેલી ટેનિસ ટુર્નામેન્ટ સિનસિનાટી ઓપન 2025માં ગરમીને કારણે તેના હાલ બેહાલ થયા હતા. ઑસ્ટ્રેલિયાના ઍડમ વૉલ્ટન સામે તેણે હારનો સામનો કરવો પડ્યો
રશિયન ટેનિસ પ્લેયર ડેનિલ મેદવેદેવ
રશિયન ટેનિસ પ્લેયર ડેનિલ મેદવેદેવ ટેનિસ કોર્ટમાં રેફરીના નિર્ણય કે તેના ખરાબ પ્રદર્શનને કારણે ભારે ગુસ્સો કરવા માટે જાણીતો છે, પણ ગઈ કાલે અમેરિકામાં રમાઈ રહેલી ટેનિસ ટુર્નામેન્ટ સિનસિનાટી ઓપન 2025માં ગરમીને કારણે તેના હાલ બેહાલ થયા હતા. ઑસ્ટ્રેલિયાના ઍડમ વૉલ્ટન સામે તેણે હારનો સામનો કરવો પડ્યો હતો, પણ મૅચ દરમ્યાન મળેવા બ્રેકમાં તેણે ગરમીથી બચવા માટે ટેનિસ કોર્ટ પર પડેલા આઇસ-ફ્રિજમાં માથું નાખ્યું હતું. તે ટી-શર્ટ કાઢીને માથા પર ભીના ટુવાલનો ઉપયોગ કરતો પણ જોવા મળ્યો હતો.

