તેમના તાબૂત પર તેમના ૧૯૭૨ મ્યુનિખ ઑલિમ્પિક્સનું જૅકેટ મૂકીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ડૉ. વેસ પેસને ગાર્ડ ઑફ ઑનર આપતા યંગ હૉકી-પ્લેયર્સ.
ભૂતપૂર્વ ભારતીય ઑલિમ્પિક્સ મૅડલ હૉકીપ્લેયર અને ટેનિસસ્ટાર લિએન્ડર પેસના પપ્પા ડૉ. વેસ પેસનું ગયા અઠવાડિયે બીમારીઓને કારણે ૮૦ વર્ષની ઉંમરે અવસાન થયું હતુ. દીકરીઓ વિદેશથી પરત ફરતાં ગઈ કાલે તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં વેસ્ટ બંગાળ હૉકી ક્લબના યંગ પ્લેયર્સે હૉકી-સ્ટિકથી દિવંગત હૉકીપ્લેયરને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું. હૉકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપકુમાર તિર્કી સહિત કેટલાક ભૂતપૂર્વ હૉકી-પ્લેયર પણ કલકત્તામાં આ પ્રસંગે હાજર રહ્યા હતા. તેમના તાબૂત પર તેમના ૧૯૭૨ મ્યુનિખ ઑલિમ્પિક્સનું જૅકેટ મૂકીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

