આ ખેલાડીઓમાં ક્રિકેટર વૉશિંગ્ટન સુંદર અને ચેસ પ્લેયર આર. પ્રજ્ઞાનંદ સહિત એશિયન ગેમ્સના મેડલિસ્ટ સામેલ હતા.
તામિલનાડુ સરકારે મેડલ જીતનાર ખેલાડીઓને સન્માનિત કરીને ડ્રીમ ઑલિમ્પિક્સ પહેલ શરૂ કરી
તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયે ગઈ કાલે ચેન્નઈમાં સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ તામિલનાડુ દ્વારા આયોજિત સમારોહમાં વૈશ્વિક ટુર્નામેન્ટમાં મેડલ જીતનાર રાજ્યના ખેલાડીઓને કૅશ પ્રાઇઝ સહિત અવૉર્ડથી સન્માનિત કર્યા. આ ખેલાડીઓમાં ક્રિકેટર વૉશિંગ્ટન સુંદર અને ચેસ પ્લેયર આર. પ્રજ્ઞાનંદ સહિત એશિયન ગેમ્સના મેડલિસ્ટ સામેલ હતા.

ADVERTISEMENT
ડ્રીમ ઑલિમ્પિક્સ પહેલમાં દરેક જિલ્લામાંથી ૮થી ૧૮ વર્ષની વયનાં બાળકોમાંથી રમતગમત પ્રતિભાની શોધ કરવી, ૧૦ ઑલિમ્પિક સેન્ટર્સ ઑફ એક્સલન્સ, ઑલિમ્પિક સિટી અને સ્પોર્ટ્સ સિટી, ખેલાડીઓને નાણાકીય સહાય, ખેલ હૉસ્ટેલ અને આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે.
ભારતીય સેનાના ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં ૨૦ મેડલ જીતીને અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું
ભારતીય સેનાની સ્પોર્ટ્સ ટીમે ૨૦૨૬ની એશિયન ગેમ્સમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને વિક્રમી ૨૦ મેડલ હાંસલ કર્યા. આ મેડલ્સમાં ૬ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૬ બ્રૉન્ઝનો સમાવેશ થાય છે. ભારતની કુલ મેડલસંખ્યામાં સેનાના ખેલાડીઓનો હિસ્સો ૨૩.૫૨ ટકા હતો.
ભારતીય સેનાના એક નિવેદન અનુસાર ૧૫ વિવિધ રમતોમાં સેનાના ૬૨ ખેલાડીઓના પ્રદર્શને ભારતને એકંદરે ચોથું સ્થાન અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી અને દેશના રમતગમતના ઇતિહાસમાં નવા અધ્યાયો ઉમેર્યા.
૨૦૨૨માં ભારતીય દળમાં સેનાના રમતવીરોનું પ્રમાણ ૯ ટકા હતું જે વધીને ૧૨.૬ ટકા થયું હતું. સેનાના કુલ ૬૨ રમતવીરોમાંથી ૯ મહિલાઓ હતી જેમણે બે ગોલ્ડ અને એક સિલ્વર જીત્યા હતા.
