Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન

Published : 10 October, 2026 03:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રચારના છેલ્લા દિવસે રૅલીઓનો ધમધમાટ : BJP, કૉન્ગ્રેસ અને AAPએ ચૂંટણી જીતવા લગાવ્યું જોર : ૪૪ બેઠકો માટે યોજાશે ચૂંટણી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન થશે. કુલ ૪૪ બેઠકો સામે ૧૩૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી-જંગ જામશે. ભારતીય જનતા પાર્ટી (BJP), કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)એ આ ચૂંટણી જીતવા જોર લગાવ્યું છે. ગઈ કાલે પ્રચારના છેલ્લા દિવસે ગાંધીનગરમાં રૅલીઓનો ધમધમાટ થયો હતો.

ગાંધીનગરના ૧૧ વૉર્ડની કુલ ૪૪ બેઠકો સામે BJPએ ૪૪ અને કૉન્ગ્રેસે ૪૪ ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે AAPએ ૩૨ ઉમેદવારો ઊભા રાખ્યા છે; અપક્ષ અને અન્ય પક્ષ મળીને કુલ ૧૦ ઉમેદવારોએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. ગઈ કાલે ચૂંટણીપ્રચારનો છેલ્લો દિવસ હતો અને હવે પ્રચાર શાંત થઈ ગયો છે. ગાંધીનગરમાં કુલ ૨,૫૯,૪૪૩ મતદારો છે જેમાં ૧,૩૨,૨૮૫ પુરુષ મતદારો; ૧,૨૭,૧૪૯ મહિલા મતદારો અને ૯ થર્ડ જેન્ડર મતદારો છે. ૧૩ ઑક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2026 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK