રોમાંચક મૅચ જોવા તામિલનાડુના ઉપમુખ્ય પ્રધાન અને સ્પોર્ટ્સ મિનિસ્ટર ઉદયનિધિ સ્ટૅલિન સહિત ૨૩,૦૦૦થી વધુ ફુટબૉલ ફૅન્સ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા.
બ્રાઝિલની ફૂટબોલ ટીમ
ચેન્નઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે રવિવારે સાંજે બ્રાઝિલ અને ભારતના ભૂતપૂર્વ ફુટબૉલર્સ વચ્ચે એક ફ્રેન્ડ્લી મૅચ રમાઈ હતી. આ મૅચમાં ૧૯૯૪ અને ૨૦૦૨ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યોવાળી બ્રાઝિલની ટીમે ૨-૧થી જીત મેળવી હતી. ભારતીય ટીમનું નેતૃત્વ ભૂતપૂર્વ ફુટબૉલર આઇ. એમ. વિજયન અને મહેતાબ હુસૈને કર્યું હતું. આ રોમાંચક મૅચ જોવા તામિલનાડુના ઉપમુખ્ય પ્રધાન અને સ્પોર્ટ્સ મિનિસ્ટર ઉદયનિધિ સ્ટૅલિન સહિત ૨૩,૦૦૦થી વધુ ફુટબૉલ ફૅન્સ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા.

