પહેલાંનો રેકૉર્ડ ૭ મિનિટ અને ૩૮.૨૬ સેકન્ડનો હતો જે તેણે ફેબ્રુઆરીમાં બોસ્ટનમાં બનાવ્યો હતો. આ મામલે વર્લ્ડ રેકૉર્ડ ૭ મિનિટ અને ૧૭.૫૫ સેકન્ડનો નૉર્વેના દોડવીરના નામે છે.
ગુલવીર સિંહ
મંગળવારે બુડાપેસ્ટમાં ઍથ્લેટિક્સ ગ્રૅન્ડ પિક્સ 2025 ઇવેન્ટમાં ભારતનો દોડવીર ગુલવીર સિંહ ૩૦૦૦ મીટર રેસમાં પાંચમા સ્થાને રહ્યો, પણ તેણે આ રેસ ૭ મિનિટ ૩૪.૪૯ સેકન્ડમાં પૂરી કરીને પોતાનો જ નૅશનલ રેકૉર્ડ તોડીને નવો રેકૉર્ડ બનાવ્યો હતો. ૨૭ વર્ષના ગુલવીર સિંહનો આ પહેલાંનો રેકૉર્ડ ૭ મિનિટ અને ૩૮.૨૬ સેકન્ડનો હતો જે તેણે ફેબ્રુઆરીમાં બોસ્ટનમાં બનાવ્યો હતો. આ મામલે વર્લ્ડ રેકૉર્ડ ૭ મિનિટ અને ૧૭.૫૫ સેકન્ડનો નૉર્વેના દોડવીરના નામે છે.
ગુલવીર હવે ૩૦૦૦ મીટર, ૫૦૦૦ મીટર અને ૧૦,૦૦૦ મીટરમાં નૅશનલ રેકૉર્ડ ધરાવે છે.

