ગ્રુપ-Aમાંથી ચીન અને જપાન જ્યારે ગ્રુપ-Bમાંથી ભારત અને સાઉથ કોરિયાએ ટૉપ-ટૂમાં રહીને આ રાઉન્ડમાં એન્ટ્રી મારી છે
પ્રતીકાત્મક તસવીર
ચીનમાં આયોજિત હૉકી એશિયા કપ 2025માં આજથી ૧૩ સપ્ટેમ્બર સુધી સુપર-ફોર રાઉન્ડ રમાશે. ગ્રુપ-Aમાંથી ચીન અને જપાન જ્યારે ગ્રુપ-Bમાંથી ભારત અને સાઉથ કોરિયાએ ટૉપ-ટૂમાં રહીને આ રાઉન્ડમાં એન્ટ્રી મારી છે. અજેય ભારતીય ટીમ અનુક્રમે સાઉથ કોરિયા (૧૦ સપ્ટેમ્બર), ચીન (૧૧ સપ્ટેમ્બર) અને જપાન (૧૩ સપ્ટેમ્બર) સામે ટકરાશે. આ રાઉન્ડની ટૉપ-ટૂ ટીમ વચ્ચે ૧૪ સપ્ટેમ્બરે ફાઇનલ જંગ જામશે.

