હૉકી ઇન્ડિયાએ મેન્સ અને વિમેન્સ વર્લ્ડ કપ માટે નવી કેસરિયા જર્સી રજૂ કરી. મંડાલા આર્ટવર્ક અને સુદર્શન ચક્રથી સજ્જ આ જર્સી ભારતની સંસ્કૃતિ અને શૌર્યનું પ્રતીક છે.
હૉકી ટીમ ઇન્ડિયા
હૉકી ઇન્ડિયાએ ગઈ કાલે ભારતની મેન્સ અને વિમેન્સ વર્લ્ડ કપ સ્ક્વૉડ માટે રેગ્યુલર વાદળી જર્સીને બદલે કેસરિયા જર્સી લૉન્ચ કરી હતી. આ કેસરિયા જર્સીમાં હિન્દુ અને બોદ્ધ ધર્મ સાથે સંકળાયેલું મંડાલા આર્ટવર્ક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
કેસરિયો રંગ સાહસ, બલિદાન અને વિજયનું પ્રતીક છે. ભારતીય તિરંગા અને ઊગતા સૂરજથી પ્રેરિત આ રંગ નવી શરૂઆતને દર્શાવે છે. મંડાલા આર્ટવર્ક ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધત્વ કરે છે. મંડાલા આર્ટવર્કની ઉપર શક્તિ, એકતા અને ગતિનું પ્રતીક સુદર્શન ચક્ર દર્શાવવામાં આવ્યું છે.
