સોનારિકાએ સોશ્યલ મીડિયા પર પતિ સાથેની રોમૅન્ટિક તસવીરો શૅર કરી છે જેમાં તે સફેદ લેસ ગાઉનમાં ખૂબસૂરત દેખાઈ રહી છે
તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ
ટેલિવિઝનની દુનિયામાં દેવી પાર્વતી તરીકે ભારે લોકપ્રિતા મેળવનાર ઍક્ટ્રેસ સોનારિકા ભદૌરિયાએ અને તેના પતિ વિકાસ પરાશરે સાથે મળીને ફૅન્સને ગુડ ન્યુઝ આપ્યા છે. તેમણે પોસ્ટ શૅર કરીને ફૅન્સને માહિતી આપી છે કે તેઓ બહુ જલ્દી પેરન્ટ્સ બનવાનાં છે. સોનારિકાએ સોશ્યલ મીડિયા પર પતિ સાથેની રોમૅન્ટિક તસવીરો શૅર કરી છે જેમાં તે સફેદ લેસ ગાઉનમાં ખૂબસૂરત દેખાઈ રહી છે. આ તસવીરમાં સોનારિકાએ કૅપ્શન લખી છે, ‘અમારી અત્યાર સુધીની સૌથી મોટી સફર.’

