બિહારમાં ચાલી રહેલા મેન્સ હૉકી એશિયા કપમાં ગઈ કાલે સુપર-ફોર રાઉન્ડ શરૂ થયો હતો
પ્રતીકાત્મક તસવીર
બિહારમાં ચાલી રહેલા મેન્સ હૉકી એશિયા કપમાં ગઈ કાલે સુપર-ફોર રાઉન્ડ શરૂ થયો હતો અને ભારત એની પ્રથમ મૅચમાં પાંચ વખતનું ચૅમ્પિયન સાઉથ કોરિયા સામેનો જંગ ૨-૨થી બરોબરી પર રાખવામાં સફળ રહ્યું હતું. વરસાદને લીધે મોડા શરૂ થયેલા આ જંગના પ્રથમ ક્વૉર્ટરમાં ભારતે આઠમી મિનિટે ગોલ કરીને લીડ લીધી હતી, પણ ત્યાર બાદ સાઉથ કોરિયાએ વળતો પ્રહાર કરતાં બે ગોલ કરીને ૨-૧થી લીડ લઈ લીધી હતી. બીજા અને ત્રીજા ક્વૉર્ટરમાં કોઈ ટીમ ગોલ નહોતી કરી શકી, પણ ચોથા અને છેલ્લા ક્વૉર્ટરમાં ભારતે આખરે ગોલ કરીને મૅચને ડ્રૉ કરાવવામાં એ સફળ રહ્યું હતું. હવે ભારતની ટક્કર આજે મલેશિયા સામે અને શનિવારે ચીન સામે થશે. ગઈ કાલે સુપર-ફોરના પ્રથમ જંગમાં મલેશિયાએ ચીનને ૨-૦થી આંચકો આપ્યો હતો.

