ભારતની સ્ટાર બૅડ્મિન્ટન પ્લેયર પી. વી. સિંધુ હવે 2025ની સીઝનમાં રમતી જોવા મળશે નહીં
પી વી સિંધુ
ભારતની સ્ટાર બૅડ્મિન્ટન પ્લેયર પી. વી. સિંધુ હવે 2025ની સીઝનમાં રમતી જોવા મળશે નહીં. તેણે પગની ઇન્જરીમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થવા માટે સીઝનની બાકીની ઇવેન્ટ્સમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. તેણે પોતાની સપોર્ટ ટીમ અને પ્રખ્યાત સ્પોર્ટ્સ ઑર્થોપેડિસ્ટ ડૉ. દિનશા પારડીવાલા સહિત તબીબી નિષ્ણાતો સાથે વિગતવાર પરામર્શ કર્યા પછી આ નિર્ણય લીધો છે.
સિંધુ માટે આ વર્ષ આદર્શ રહ્યું નથી. તેણે ઘણી ટુર્નામેન્ટના પહેલા અને બીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. બે વખતની ઑલિમ્પિક્સ મેડલ વિજેતા સિંધુ આ સીઝનમાં ઇન્ડિયા ઓપન સુપર 750, વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને ચાઇના માસ્ટર્સ સુપર 750ના ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી શકી હતી.


