Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પૅરા એશિયન ગેમ્સના પ્રારંભે ભારતે ઍથ્લેટિક્સમાં મારી મેડલની સિક્સર

પૅરા એશિયન ગેમ્સના પ્રારંભે ભારતે ઍથ્લેટિક્સમાં મારી મેડલની સિક્સર

Published : 20 October, 2026 05:03 PM | Modified : 20 October, 2026 05:27 PM | IST | India
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહિલાઓની ૧૫૦૦ મીટર T12/T13 રેસ સ્પર્ધામાં દૃષ્ટિહીન સૌમ્યાએ ૫:૧૨:૩૯ સેકન્ડનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વેન્કટેશ રાધાએ ૫:૩૦:૯૦ સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતે ઍથ્લેટિક્સમાં મારી મેડલની સિક્સર

ભારતે ઍથ્લેટિક્સમાં મારી મેડલની સિક્સર


પૅરા એશિયન ગેમ્સ 2026ના પહેલા દિવસે ભારતને ૧૧ મેડલમાંથી ૬ મેડલ ટ્રૅક ઍન્ડ ફીલ્ડ ઇવેન્ટ એટલે કે ઍથ્લેટિક્સમાંથી મળ્યા હતા. ભારતના ૧૬૮ સભ્યોના દળમાંથી સૌથી વધુ ૬૨ ઍથ્લીટ આ જ ઍથ્લેટિક્સ ઇવેન્ટના જ છે. F46 કૅટેગરીમાં પુરુષોના જૅવલિન થ્રોમાં ભારતના રિન્કુ અને અજિત સિંહ અનુક્રમે ૬૫.૧૧ મીટર અને ૬૫.૦૨ મીટરના પ્રયત્નો સાથે ગોલ્ડ અને સિલ્વર જીત્યા હતા. F46 કૅટેગરી કોણીની નીચે અથવા ઉપર અંગવિચ્છેદન અને ક્ષતિઓ ધરાવતા ઍથ્લીટ્સ માટે છે.

મહિલાઓની ૧૫૦૦ મીટર T12/T13 રેસ સ્પર્ધામાં દૃષ્ટિહીન સૌમ્યાએ ૫:૧૨:૩૯ સેકન્ડનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વેન્કટેશ રાધાએ ૫:૩૦:૯૦ સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. T12/T13 કૅટેગરીમાં દૃષ્ટિની આંશિક ક્ષતિ ધરાવતા દોડવીર એક પાર્ટનરનો સહારો લઈને રેસ પૂરી કરે છે. માત્ર ૬ વર્ષની ઉંમરે ઘાસ કાપવાના મશીનમાં જમણો હાથ ગુમાવનાર નિષાદ કુમારે લૉન્ગ જમ્પમાં ૭.૧૧ મીટરની છલાંગ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.



દૃષ્ટિહીન લોકો માટે T11ની સૌથી ગંભીર કૅટેગરીમાં ભારતની રવન્ની વલસનૈનીએ ગાઇડ રનર સાથે ૧૫૦૦ મીટરની રેસમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ૫:૪૧:૮૫ના પોતાના બેસ્ટ પ્રદર્શન સાથે ચોથા ક્રમે રહી હતી. મૂળ ત્રીજા ક્રમે રહેલી ભારતની રક્ષિતા રાજુને કપડાં, પગરખાં અને બિબ્સના સંબંધમાં બિન-અનુપાલનને આવરી લેતા ટેક્નિકલ ઉલ્લંઘનને કારણે મેડલ માટે ગેરલાયક ઠેરવવામાં આવતાં રવન્નીને આ મેડલ મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2026 05:27 PM IST | India | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK