રસાકસીભર્યો આ મુકાબલો ૩-૩થી ડ્રૉ રહ્યો હતો
સોશ્યલ મીડિયા પર આ ઘટનાના ફોટો વાઇરલ થયા હતા
મલેશિયામાં ગઈ કાલે ભારત અને પાકિસ્તાનની જુનિયર હૉકી ટીમ વચ્ચે સુલતાન ઑફ જોહોર કપની લીગ સ્ટેજ મૅચ રમાઈ હતી. રસાકસીભર્યો આ મુકાબલો ૩-૩થી ડ્રૉ રહ્યો હતો. પહેલી બન્ને મૅચ જીતનાર ભારત હજી પણ ટુર્નામેન્ટમાં અપરાજિત રહ્યું છે. પાકિસ્તાનને પહેલી બે મૅચમાં એક હાર અને જીત મળી છે.
ADVERTISEMENT
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની સિનિયર ક્રિકેટ ટીમે મેદાન પર પાકિસ્તાનના પ્લેયર્સ સાથે વાત કરી નહોતી કે હાથ પણ મિલાવ્યા નહોતા, પણ ક્રિકેટના મેદાનથી અલગ હૉકીના મેદાન પર બન્ને ટીમના જુનિયર પ્લેયર્સે હાથ મિલાવવાને બદલે હાઈ-ફાઇવ કર્યું હતું. સોશ્યલ મીડિયા પર આ ઘટનાના ફોટો વાઇરલ થયા હતા.

