Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > હૉકી વર્લ્ડ કપના બીજા રાઉન્ડમાં ભારતીય મેન્સ ટીમ નેધરલૅન્ડ્સ અને આર્જેન્ટિના સામે ટકરાશે

હૉકી વર્લ્ડ કપના બીજા રાઉન્ડમાં ભારતીય મેન્સ ટીમ નેધરલૅન્ડ્સ અને આર્જેન્ટિના સામે ટકરાશે

Published : 22 August, 2026 11:44 AM | IST | Wavre
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૉકી વર્લ્ડ કપ 2026ના બીજા રાઉન્ડમાં ભારત આજે નેધરલૅન્ડ્સ અને ૨૪ ઑગસ્ટે આર્જેન્ટિના સામે રમશે. ભારતે પહેલા રાઉન્ડમાં બે જીત સાથે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.

હૉકી વર્લ્ડ કપમાં ભારત નેધરલૅન્ડ્સ અને આર્જેન્ટિના સામે રમશે

હૉકી વર્લ્ડ કપમાં ભારત નેધરલૅન્ડ્સ અને આર્જેન્ટિના સામે રમશે


નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમમાં રમાઈ રહેલા હૉકી વર્લ્ડ કપ 2026માં આજથી ભારતની મેન્સ ટીમ બીજા રાઉન્ડની મૅચો રમશે. ભારતીય ટીમ ૨૨ ઑગસ્ટે ૭.૩૦ વાગ્યે યજમાન નેધરલૅન્ડ્સ સામે અને ૨૪ ઑગસ્ટે સાંજે ૬.૧૫ વાગ્યે આર્જેન્ટિના સામે ટકરાશે.  વર્લ્ડ નંબર એઇટ ભારત પહેલા રાઉન્ડમાં વેલ્સ સામે ૩-૧થી જીતીને, ઇંગ્લૅન્ડ સામે ૨-૪થી હારીને અને પાકિસ્તાન સામે ૫-૩થી જીત નોંધાવીને બીજા રાઉન્ડમાં પહોંચ્યું હતું. 
વર્લ્ડ નંબર ટૂ ટીમ નેધરલૅન્ડ્સ સામે ૧૧૮ હૉકી મૅચમાંથી ભારત ૩૬ મૅચ જીત્યું છે, પંચાવન મૅચ હાર્યું છે અને ૨૭ મૅચ ડ્રૉ રહી છે. વર્લ્ડ નંબર સેવન ટીમ આર્જેન્ટિના સામેની ૬૧ મૅચમાંથી ભારત ૩૫ વખત જીત્યું છે, ૨૦ મૅચમાં હાર્યું છે અને ૭ મૅચ ડ્રૉ રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2026 11:44 AM IST | Wavre | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK