આજે જશ મોદીની સિંગલ્સની ક્વૉર્ટર ફાઇનલ છે

જશ અમિત મોદી
મુંબઈનો કપોળ સમાજનો જશ મોદી મધ્ય પ્રદેશમાં શરૂ થયેલી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ટેબલ ટેનિસની ડબલ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. તેણે અને નીલ મુલયેની જોડીએ મહારાષ્ટ્રને કાંસ્યચંદ્રક અપાવ્યો હતો. તેમણે બ્રૉન્ઝ માટેની મૅચમાં બેન્ગોલની જોડીને ૩-૦થી હરાવી હતી.
આ પણ વાંચો : ખેલમાં ભારતનું ભાવિ ઘડનાર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો આરંભ
આજે જશ મોદીની સિંગલ્સની ક્વૉર્ટર ફાઇનલ છે. ઉત્તર પ્રદેશના દિવ્યાંશ શ્રીવાસ્તવ અને સાર્થ મિશ્રા યુથ બૉય્સમાં ડબલ્સનો ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમણે બેન્ગોલના સુજલ-બોધીસત્વાને ફાઇનલમાં ૩-૧થી હરાવ્યા હતા.
યુથ ગર્લ્સમાં મહારાષ્ટ્રની પ્રિથા-જેનિફર ગોલ્ડ મેડલ જીતી હતી. સિલ્વર મેડલ પણ મહારાષ્ટ્રની ડબલ્સની જોડી જીતી હતી.